ગુજરાત

ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

તમારી ગાડી કે મોબાઈલ ચોરાય તો પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે e-FIR થી થઈ જશે કામ ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા નાગરિકો હવે ભૂતકાળ બનશે. ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ હવે ઓનલાઈન થવા જઈ રહી છે. વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે.

FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે. જેમાં મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા નાગરિકો હવે ભૂતકાળ બનશે. ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ હવે ઓનલાઈન થવા જઈ રહી છે. વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે. FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે. આ વિશે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે તે આ ટેકનોલોજીના યુગમાં બિલકુલ સ્વીકાર્ય નથી. ત્યારે સામાન્ય કિસ્સામાં લોકોને પડતી આવી મુશ્કેલીઓને દૂર કરવા ગુજરાત પોલીસની તમામ મહત્વની સેવાઓ માટે પ્રજાલક્ષી નિર્ણય લઈને ઓનલાઈન કરવાની પહેલ હાથ ધરી છે.

 સરકારે આ ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યના નાગરિકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. આ ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકો ઘરે બેઠા ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકશે. આ સેવા વિશે માહિતી આપતા તેમણે જણાવ્યુ કે, ઈ-ગુજકોપ ડેટાબેઝના ઉપયોગથી ગુજરાત સરકારે 2019 માં રાજ્યના નાગરીકો કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટે સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, સિટીઝન પોર્ટલ શરૂ કરેલ, જેથી ગુજરાત રાજ્યના નાગરિકો સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ અથવા સિટીઝન પોર્ટલ દ્વારા ઘરે બેઠા કુલ 16 પોલીસ સેવાઓ મેળવી શકે છે. જે અંતર્ગત સિનિયર સીટીઝન નોંધણી, ભાડુઆત નોંધણી, ઘરઘાટી નોંધણી, ગુમ થયેલ મિલકત નોંધણી, ગુમ થયેલ વ્યક્તિ નોંધણી, “Police NOC” વગેરે સેવાઓ ઉપલ્બધ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x