આરોગ્યગાંધીનગરગુજરાત

ખાનગી હોસ્પિટલોએ બંધ પાળતા સિવિલ દર્દીઓથી ઉભરાઇ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સમાન્ય દિવસોમાં ૧૫૦૦થી ૧૭૦૦ જેટલા કેસ નિકળે છે જેમાં સૌથી વધુ દર્દીઓ મેડિસીનના હોય છે. મેડિસીનમાં સરેરાશ ૩૨૦ જેટલા દર્દીઓ ઓપીડીબેઇઝ્ડ સારવાર લે છે ત્યારે આજના દિવસે ૪૪૨ કેસ ફક્ત મેડિસીન ઓપીડીના નિકળ્યા હતા.ઇમરજન્સી સેવા પણ દરરોજના સિવિલની ૨૦૦થી ૨૨૦ જેટલી રહેતી હોય છે ત્યારે આજે ઇમરજન્સી પણ ૩૧૦ જેટલી રહી હતી જેમાં ખાસ કરીને માર્ગ અકસ્માત તથા દાખલ દર્દીઓ જ વધુ હતા.ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આઇસીયુ રાખવાના નિયમનો વિરોધ ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત શુક્રવારે એક દિવસ કામગીરીથી અળગા રહીને ખાનગી પ્રેક્ટીસ કરતા ડોક્ટરોએ બંધ પાળ્યો હતો. જેના કારણે ખાનગી ક્ષેત્રમાં તો આરોગ્યની સેવાઓ ખોરવાઇ ગઇ હતી પરંતુ તેની સીધી અસર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી સામાન્ય દિવસો કરતા આજે સિવિલમાં દોઢી ઓપીડી રહી હતી.તો ઇમરજન્સી કેસની સંખ્યા પણ આજે સિવિલ હોસ્પિટલમાં વધુ જોવા મળતી હતી.ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા શુક્રવારે એક દિવસ કામગીરીથી અળગા રહીને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઇસીસીયુના નિયમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૃપે ગાંધીનગર આઇએમએ દ્વારા પણ જાહેરાત કરતા ગાંધીનગર શહેર તથા જિલ્લાના ખાનગી પ્રેક્ટીક કરતા તબીબો આ હડતાલમાં જોડાયા હતા અને શુક્રવારે એક દિવસ ઓપીડી તથા ઇનડોર સેવા બંધ રાખવામાં આવી હતી. જેના કારણે ખાનગી આરોગ્યની સેવાઓ ખોરવાઇ ગઇ હતી દર્દીઓના દર્દમાં વધારો થયો હતો અને સીધી અસર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઉપર પડી હતી. સિવિલમાં કામગીરીનું ભારણ વધી ગયું હતું. અહીં સવારથી જ ઓપીડી ધમધમવા લાગી હતી. ખાસ કરીને મેડિસીન અને ગાયનેકના દર્દીઓ આજના દિવસે સિવિલમાં વધ્યા હતા તો બીજીબાજુ ઇમરજન્સી કેસમાં પણ વધારો થયો હતો.

ગાંધીનગરમાં ખાનગી હોસ્પિટલો બંધ રહેવાની સીધી અસર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઉપર જોવા મળી હતી આજે શુક્રવારના રોજ સવારથી જ દર્દીઓનો ધસારો સિવિલમાં જોવા મળતા હતો તેમાં પણ ખાસ કરીને મેડિસીનની ઓપીડીમાં દર્દીઓ સામાન્ય સંજોગો કરતા વધુ હતા આ ઉપરાંત ગાયનેકમાં આજે ૧૪૮ દર્દીઓના કેસ નિકળ્યા હતા. સામાન્ય સંજોગોમાં અહીં ૧૧૦ જેટલા કેસ નિકળતા હોય છે. તો ઓર્થો પેડીકમાં પણ દર્દીઓ અન્ય દિવસો કરતા વધુ નોંધાયા હતા. માર્ગ અકસ્માતના કિસ્સામાં ખાનગી હોસ્પિટલમાં નહીં લઇ જવાને બદલે સીધા ગાંધીનગર સિવિલમાં જ આજે દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા જેના કારણે સિવિલમાં ઓર્થો.ના દર્દીઓ વધ્યાં હતા. સર્જરી વિભાગમાં ૨૦૦થી વધુ કેસ નિકળ્યા હતા.કુલ બે હજારથી વધુ કેસ આજના દિવસમાં કાઢવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x