ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કુલથી ભાગેલી સગીરાને બિહારના ગયા ખાતેથી બચાવી લેવાઈ
ગાંધીનગર :માઉન્ટ કાર્મેલ સ્કૂલ માં ધોરણ ૯માં અભ્યાસ કરતી દિલ્હીના યુવકની સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી અને યુવકના પ્રેમમાં પડી સ્કૂલમાંથી ભાગી હતી નેપાળ બોર્ડર પાર કરે તે પહેલા પોલીસે બચાવી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેક્ટર ૨૧માં આવેલ માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી સગીરા સોશિયલ મીડિયા મારફતે દિલ્હીમાં રહેતા પોતાની ઉંમર કરતાં બમણા ઉંમરના યુવકના પરિચયમાં આવી હતી.
સોશિયલ મીડિયા થકી વારંવાર એક બીજાથી વાતચીત મોબાઇલ મારફતે થતી હતી સમય જતા સંપર્ક વધી જતા સગીરા દિલ્હીના યુવકના પ્રેમમાં પડી હતી દિલ્હીનો પુવક ૨૫ વર્ષનો હતો. તેણે સગીરાને ફસાવીને પોતાની પાસે દિલ્હી આવવા તૈયાર કરી હતી જેથી સગીરા માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી ભાગી દિલ્હી જવા નીકળી હતી. પરિવારે આ અંગે પોલીસમાં જાણ કરતાં સ્થાનિક પોલીસે શોધખોળ ચાલુ કરી હતી. સગીરાના પરિવાર આ અંગે રાજ્યના ગૃહમંત્રી, CM ઓફિસ વગેરે થી મદદ માંગી હતી. આથી તપાસનું ધમધાર શરૂ થયો હતો, સ્થાનિક પોલીસે આ બાબતે સાયબર ક્રાઇમ વિભાગનો સહકાર લઈને તપાસ કરતાં સગીરાએ કાલુપુરથી દિલ્હી જવા ટિકિટ બુક કરી હોવાનું ખુલ્યું હતું. જેથી તપાસ આગળ લંબાવી દિલ્હી પહોંચી પોલીસ ટીમે વધુ તપાસ કરતાં યુવાન બિહાર તરફ ગયો હોવાનું જણાતા યુવકની બહેનને સાથે રાખીને પોલીસે આરોપીને બિહારના ગયા ખાતેથી ઝડપી લીધો હતો. આમ પ્રેમી સાથે સગીરા નેપાળ બોર્ડર પાર કરે તે પહેલા જ પોલીસ દ્વારા બચાવી લેવાઇ હતી સગીર વયના બાળકોને સ્માર્ટ ફોનનું વળગણ હોવાથી જાણે અજાણે રોમિયો જેવા મૂફલીસોના સંપર્ક માં આવી જઈને તેની જાળમાં ફસાવતી હોવાનું વધુ એક પ્રકરણ ખુલવા પામી છે.