ગુજરાતી ફિલ્મને ૨ વર્ષથી નૅશનલ ફિલ્મ ઍવોર્ડમાં પસંદ ન થતાં, ગુજરાતી સિનેમા જગત થયું નારાજ
અમદાવાદ હાલમાં 2020ના વર્ષ માટે 68માં નૅશનલ ફિલ્મ ઍવોર્ડસની જાહેરાત થઈ અને તેમાં એક પણ ગુજરાતી ફિલ્મની પસંદગી થઈ નથી. કેન્દ્રની ‘મિનિસ્ટ્રિ ઑફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ’ની એક પાંખ ‘ડિરેક્ટરોટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સ’ દ્વારા આ ઍવોર્ડ્સ એનાયત થાય છે. ઍવોર્ડ્સ એનાયત થયા ત્યારે દસ સભ્યોની જ્યૂરી મેમ્બર્સને લિડ કરતાં ડિરેક્ટર-પ્રોડ્યુસર વિપુલ શાહે આ એવોર્ડ્સનો અહેવાલ કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને સોંપ્યો હતો. તેમાં જુદી જુદી 50 કૅટેગરીમાં 300 ફિચર ફિલ્મ્સ અને 150 નોન-ફિચર ફિલ્મ્સ સમાવિષ્ટ હતી. અને દેશની ત્રીસ ભાષાની ફિલ્મોનો તેમાં સમાવેશ થતો હતો. ગુજરાતી ભાષાની 12 ફિલ્મો આ ઍવોર્ડ્સમાં દાવેદારી નોંધાવી હતી. આ બાર ગુજરાતી ફિલ્મોમાં ‘ભારત મારો દેશ’, ‘મને લઈ જા’, ‘લકી લોકડાઉન’, ‘પેટીપેક’, ‘21મું ટિફિન’, ‘નિક્કી’, ‘તુ સ્ટાર છે’, ‘યુવા સરકાર’, ‘પ્યારી દાદી મા’, ‘કોથી 1947’ છે. આ બાર ફિલ્મોમાંથી સૌથી ચર્ચિત અને ચાલેલી હોય તેવી ફિલ્મ ‘21મું ટિફિન’ છે.વિજયગિરી બાવા દિગ્દર્શિત ‘21મું ટિફિન’ ફિલ્મ વિવિધ આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલોમાં પણ રજૂ થઈ ચૂકી છે; તેમાં યુનેસ્કોનું ‘આઈસીએફટી’નામનું એક પ્રતિષ્ઠિત પ્લેટફોર્મેય છે. આશ્ચર્યની વાત તો એ છે કે 2021માં ગોવામાં થયેલાં ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’[IFFI]માંય આ ફિલ્મ રજૂ થઈ હતી. ‘IFFI’અને નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સનું ગોત્ર ‘ડિરેક્ટરોટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સ’ છે. મતલબ કે સરકારના એક જ પાંખના નેજા હેઠળ એક ગુજરાતી ફિલ્મની સ્ક્રિનિંગ માટે પસંદગી થાય છે, અન્ય ભાષાના ફિલ્મ ક્રિટિકેય તેની પ્રશંસા કરે છે અને બીજી તરફ ઍવોર્ડ્સમાં તેની નોંધ સુદ્ધા ન લેવાય.
આ ફિલ્મ વિશે ડિરેક્ટર વિજયગિરી બાવાએ લાંબી પોસ્ટ તેમના ફેસબુક વૉલ પર લખી છે, તેમાં તેમણે ‘કેન્દ્રનો ગુજરાતી સિનેમાને લાફો’ એમ મથાળું બાંધીને ગુજરાતી ફિલ્મોને થઈ રહેલાં અન્યાય અંગે આવેગપૂર્વક વિસ્તૃત લખાણ લખ્યું છે. તેમના પોસ્ટ નીચે ‘આપ’ના આગેવાન ગોપાલ ઇટાલિયા[Gopal Italia]એ પણ કોમેન્ટ કરીને વિજયગિરીની હિંમતને બિરદાવી છે. અહીંયા ગુજરાતી ફિલ્મોને સારી રીતે જોતાં-સમજતાં કાર્તિકેય ભટ્ટે પણ કોમેન્ટમાં એ મુદ્દો ટાંક્યો છે કે, સરકાર જ્યૂરીમાં ગુજરાતીને એમ માનીને મૂકે છે કે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન મળશે, પણ તેમ થતું નથી.સામાન્ય કિસ્સામાં એવાં સંજોગો સર્જાતાં નથી જ્યારે નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સના ચેરપર્સન ગુજરાતી હોય અને સમાવિષ્ટ ફિલ્મમાં ઍવોર્ડ મેળવી શકે તેવી દાવેદારી ધરાવતી ફિલ્મ પણ હોય. આ વર્ષે ચેરપર્સન તરીકે વિપુલ શાહ હતા, તેમની સાથે અન્ય 11 સેન્ટ્રલ જ્યૂરી મેમ્બર્સ હતા. આ સેન્ટ્રલ મેમ્બર્સ પાસે રિજિયોનલ ફિલ્મો સ્ક્રિનિંગ અર્થે જાય તે અગાઉ દેશના જુદા-જુદા પાંચ રિજિયનમાં ફિલ્મોને વહેંચવામાં આવે છે. વેસ્ટર્ન રિજિયન પેનલમાં આ વખતે જ્યૂરી મેમ્બર તરીકે ગુજરાતના જાણીતા ફિલ્મ ડિરેક્ટર અભિષેક શાહ હતા. તેમણે આપેલી માહિતી મુજબ વેસ્ટર્ન રિજિયનમાં જે પાંચ મેમ્બર્સ હતા તેમાં તેમના સિવાય અન્ય ચારમાં એક બંગાળી, કોંકણી, કાશ્મીરી અને મરાઠી જ્યૂરી હતા. આ જ્યૂરીની સામે ગુજરાતી, મરાઠી અને કોંકણીની 40 ફિલ્મો રજૂ કરવામાં આવી હતી અને નિયમ મુજબ તેમાંથી ત્રીસ ટકા ફિલ્મો એટલે કે 12 ફિલ્મો સેન્ટ્રલ જ્યૂરીને મોકલવામાં આવી હતી. અભિષેક શાહના મતે સેન્ટ્રલ જ્યૂરીને મોકલવામાં આવેલી બાર ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મો પણ હતી. પરંતુ સેન્ટ્રલ જ્યૂરી મેમ્બર્સને તેમાંથી એકેય ગુજરાતી ફિલ્મ યોગ્ય ન લાગી.
આ વર્ષે જેમ થયું તેમ ગત્ વર્ષે પણ કોઈ ગુજરાતી ફિલ્મને પસંદ કરવામાં આવી નથી. ગુજરાતી ફિલ્મોમાં બદલાવ આવી રહ્યો છે અને તે બદલાવને આવકારવામાં આવી રહ્યો નથી તેની ફરીયાદ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલાં લોકો કરી રહ્યા છે.નૅશનલ ફિલ્મ ઍવોર્ડમાં ગુજરાતી ફિલ્મોનો રેકોર્ડ સારો રહ્યો અમદાવાદ હાલમાં 2020ના વર્ષ માટે 68માં નૅશનલ ફિલ્મ ઍવોર્ડસની જાહેરાત થઈ અને તેમાં એક પણ ગુજરાતી ફિલ્મની પસંદગી થઈ નથી. કેન્દ્રની ‘મિનિસ્ટ્રિ ઑફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ’ની એક પાંખ ‘ડિરેક્ટરોટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સ’ દ્વારા આ ઍવોર્ડ્સ એનાયત થાય છે. ઍવોર્ડ્સ એનાયત થયા ત્યારે દસ સભ્યોની જ્યૂરી મેમ્બર્સને લિડ કરતાં ડિરેક્ટર-પ્રોડ્યુસર વિપુલ શાહે આ એવોર્ડ્સનો અહેવાલ કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને સોંપ્યો હતો. તેમાં જુદી જુદી 50 કૅટેગરીમાં 300 ફિચર ફિલ્મ્સ અને 150 નોન-ફિચર ફિલ્મ્સ સમાવિષ્ટ હતી. અને દેશની ત્રીસ ભાષાની ફિલ્મોનો તેમાં સમાવેશ થતો હતો. ગુજરાતી ભાષાની 12 ફિલ્મો આ ઍવોર્ડ્સમાં દાવેદારી નોંધાવી હતી. આ બાર ગુજરાતી ફિલ્મોમાં ‘ભારત મારો દેશ’, ‘મને લઈ જા’, ‘લકી લોકડાઉન’, ‘પેટીપેક’, ‘21મું ટિફિન’, ‘નિક્કી’, ‘તુ સ્ટાર છે’, ‘યુવા સરકાર’, ‘પ્યારી દાદી મા’, ‘કોથી 1947’ છે. આ બાર ફિલ્મોમાંથી સૌથી ચર્ચિત અને ચાલેલી હોય તેવી ફિલ્મ ‘21મું ટિફિન’ છે.
વિજયગિરી બાવા દિગ્દર્શિત ‘21મું ટિફિન’ ફિલ્મ વિવિધ આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલોમાં પણ રજૂ થઈ ચૂકી છે; તેમાં યુનેસ્કોનું ‘આઈસીએફટી’નામનું એક પ્રતિષ્ઠિત પ્લેટફોર્મેય છે. આશ્ચર્યની વાત તો એ છે કે 2021માં ગોવામાં થયેલાં ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’[IFFI]માંય આ ફિલ્મ રજૂ થઈ હતી. ‘IFFI’અને નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સનું ગોત્ર ‘ડિરેક્ટરોટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સ’ છે. મતલબ કે સરકારના એક જ પાંખના નેજા હેઠળ એક ગુજરાતી ફિલ્મની સ્ક્રિનિંગ માટે પસંદગી થાય છે, અન્ય ભાષાના ફિલ્મ ક્રિટિકેય તેની પ્રશંસા કરે છે અને બીજી તરફ ઍવોર્ડ્સમાં તેની નોંધ સુદ્ધા ન લેવાય. આ ફિલ્મ વિશે ડિરેક્ટર વિજયગિરી બાવાએ લાંબી પોસ્ટ તેમના ફેસબુક વૉલ પર લખી છે, તેમાં તેમણે ‘કેન્દ્રનો ગુજરાતી સિનેમાને લાફો’ એમ મથાળું બાંધીને ગુજરાતી ફિલ્મોને થઈ રહેલાં અન્યાય અંગે આવેગપૂર્વક વિસ્તૃત લખાણ લખ્યું છે. તેમના પોસ્ટ નીચે ‘આપ’ના આગેવાન ગોપાલ ઇટાલિયા[Gopal Italia]એ પણ કોમેન્ટ કરીને વિજયગિરીની હિંમતને બિરદાવી છે. અહીંયા ગુજરાતી ફિલ્મોને સારી રીતે જોતાં-સમજતાં કાર્તિકેય ભટ્ટે પણ કોમેન્ટમાં એ મુદ્દો ટાંક્યો છે કે, સરકાર જ્યૂરીમાં ગુજરાતીને એમ માનીને મૂકે છે કે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન મળશે, પણ તેમ થતું નથી.સામાન્ય કિસ્સામાં એવાં સંજોગો સર્જાતાં નથી જ્યારે નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સના ચેરપર્સન ગુજરાતી હોય અને સમાવિષ્ટ ફિલ્મમાં ઍવોર્ડ મેળવી શકે તેવી દાવેદારી ધરાવતી ફિલ્મ પણ હોય. આ વર્ષે ચેરપર્સન તરીકે વિપુલ શાહ હતા, તેમની સાથે અન્ય 11 સેન્ટ્રલ જ્યૂરી મેમ્બર્સ હતા. આ સેન્ટ્રલ મેમ્બર્સ પાસે રિજિયોનલ ફિલ્મો સ્ક્રિનિંગ અર્થે જાય તે અગાઉ દેશના જુદા-જુદા પાંચ રિજિયનમાં ફિલ્મોને વહેંચવામાં આવે છે. વેસ્ટર્ન રિજિયન પેનલમાં આ વખતે જ્યૂરી મેમ્બર તરીકે ગુજરાતના જાણીતા ફિલ્મ ડિરેક્ટર અભિષેક શાહ હતા. તેમણે આપેલી માહિતી મુજબ વેસ્ટર્ન રિજિયનમાં જે પાંચ મેમ્બર્સ હતા તેમાં તેમના સિવાય અન્ય ચારમાં એક બંગાળી, કોંકણી, કાશ્મીરી અને મરાઠી જ્યૂરી હતા. આ જ્યૂરીની સામે ગુજરાતી, મરાઠી અને કોંકણીની 40 ફિલ્મો રજૂ કરવામાં આવી હતી અને નિયમ મુજબ તેમાંથી ત્રીસ ટકા ફિલ્મો એટલે કે 12 ફિલ્મો સેન્ટ્રલ જ્યૂરીને મોકલવામાં આવી હતી.
અભિષેક શાહના મતે સેન્ટ્રલ જ્યૂરીને મોકલવામાં આવેલી બાર ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મો પણ હતી. પરંતુ સેન્ટ્રલ જ્યૂરી મેમ્બર્સને તેમાંથી એકેય ગુજરાતી ફિલ્મ યોગ્ય ન લાગી. આ વર્ષે જેમ થયું તેમ ગત્ વર્ષે પણ કોઈ ગુજરાતી ફિલ્મને પસંદ કરવામાં આવી નથી. ગુજરાતી ફિલ્મોમાં બદલાવ આવી રહ્યો છે અને તે બદલાવને આવકારવામાં આવી રહ્યો નથી તેની ફરીયાદ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલાં લોકો કરી રહ્યા છે.નૅશનલ ફિલ્મ ઍવોર્ડમાં ગુજરાતી ફિલ્મોનો રેકોર્ડ સારો રહ્યો નથી. 1960થી 1972 વચ્ચે ‘મહેંદી રંગ લાગ્યો’, ‘નંદનવન’, ‘જેવી છું તેવી’, ‘કસુંબીનો રંગ’, ‘કંકુ’ અને ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નૅશનલ એવોર્ડમાં પસંદગી પામી છે. ત્યાર પછી 1989માં ‘પર્સી’ અને 1993માં ‘માનવીની ભવાઈ’ ફિલ્મ સિલેક્ટ થઈ. છેલ્લા દસ વર્ષમાં ‘ધ ગુડ રોડ’[2012], રોંગ સાઇડ રાજુ[2016], ઢ[2017], રેવા[2018] ફિલ્મો પુરસ્કૃત થઈ છે. 2019માં અભિષેક શાહ દિગ્દર્શિત ‘હેલ્લારો’ને બેસ્ટ ફિચર ફિલ્મ માટે નૅશનલ ઍવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત, સ્પેશિય જ્યૂરી ઍવોર્ડ પણ ‘હેલ્લારો’ની નાયિકાઓને મળ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં નૅશનલ ઍવોર્ડમાં જે રીતે ગુજરાતી ફિલ્મો કાઠું કાઢી રહી છે તે જોતાં પણ બદલાઈ રહેલું ગુજરાતી સિનેમા નૅશનલ ઍવોર્ડની આશા રાખતું હતું. પરંતુ બે વર્ષ જે રીતે ગુજરાતી ફિલ્મોની અવગણના થઈ રહી છે તે કારણે નેક્સ્ટ જનરેશનના ફિલ્મમેકર્સ અને તેની સાથે સંકળાયેલાં અન્ય નારાજ થયા છે. આ નારાજગી એ માટે પણ જાહેર થઈ રહી છે કારણ કે રજૂઆત ન થાય તો અવગણનો દોર ચાલતો રહે અને ગુજરાતી ફિલ્મોમાં આવી રહેલાં પરિવર્તન પર બ્રેક વાગે.નથી. 1960થી 1972 વચ્ચે ‘મહેંદી રંગ લાગ્યો’, ‘નંદનવન’, ‘જેવી છું તેવી’, ‘કસુંબીનો રંગ’, ‘કંકુ’ અને ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નૅશનલ એવોર્ડમાં પસંદગી પામી છે. ત્યાર પછી 1989માં ‘પર્સી’ અને 1993માં ‘માનવીની ભવાઈ’ ફિલ્મ સિલેક્ટ થઈ. છેલ્લા દસ વર્ષમાં ‘ધ ગુડ રોડ’[2012], રોંગ સાઇડ રાજુ[2016], ઢ[2017], રેવા[2018] ફિલ્મો પુરસ્કૃત થઈ છે. 2019માં અભિષેક શાહ દિગ્દર્શિત ‘હેલ્લારો’ને બેસ્ટ ફિચર ફિલ્મ માટે નૅશનલ ઍવોર્ડ મળ્યો હતો.
આ ઉપરાંત, સ્પેશિય જ્યૂરી ઍવોર્ડ પણ ‘હેલ્લારો’ની નાયિકાઓને મળ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં નૅશનલ ઍવોર્ડમાં જે રીતે ગુજરાતી ફિલ્મો કાઠું કાઢી રહી છે તે જોતાં પણ બદલાઈ રહેલું ગુજરાતી સિનેમા નૅશનલ ઍવોર્ડની આશા રાખતું હતું. પરંતુ બે વર્ષ જે રીતે ગુજરાતી ફિલ્મોની અવગણના થઈ રહી છે તે કારણે નેક્સ્ટ જનરેશનના ફિલ્મમેકર્સ અને તેની સાથે સંકળાયેલાં અન્ય નારાજ થયા છે. આ નારાજગી એ માટે પણ જાહેર થઈ રહી છે કારણ કે રજૂઆત ન થાય તો અવગણનો દોર ચાલતો રહે અને ગુજરાતી ફિલ્મોમાં આવી રહેલાં પરિવર્તન પર બ્રેક વાગે.