ગુજરાત

ઓનલાઇન શિક્ષણથી ત્રસ્ત બાળકો શાળામાં પહોંચ્યા પણ પુસ્તકો ગેરહાજર

એકમ કસોટી રદ કરીને પુસ્તકની પ્રશ્ન બેંક આધારિત મુલ્યાંકન કરવાની વાત શિક્ષણ તંત્રમાં ચર્ચાનો વિષય ગાંધીનગર કોરોના કાળના બે વર્ષ માટે શાળાઓ બંધ રહ્યાં પછી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ શિક્ષણ તંત્ર જાણે ગોથે ચઢી ગયું છે. ઓનલાઇ શિક્ષણથી ત્રસ્ત બાળકો શાળામાં આવી ગયાં છે. પરંતુ પુસ્તકો પહોંચ્યા નથી. ત્યારે પહેલા એકમ કસોટીની જાહેરાત કરવા બાદ તેને રદ કરીને પુસ્તક આધારિત પ્રશ્ન બેંક આધારિત મુલ્યાંકન કરવાની વાત શિક્ષણ તંત્રમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.વર્ષ ૨૦૨૨માં શાળાઓ ખોલીને બાળકોને ઓફલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાની સાથે તેના માટેની નિયમિત પ્રક્રિયા કરવાનું અનિવાર્ય રહેશે. તેવી મહત્વની બાબત શિક્ષણ વિભાગ ચૂકી ગયાના પગલે અનેકવિધ ગોટાળાની શરૃઆત થિ ગઇ છે.

શાળાઓ ધમધમતી થિ ગઇ તેને દોઢ મહિનો થવા છતાં શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા નથી. આ વાતની જાણકારી સ્વાભાવિક રીતે છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થી એને શિક્ષકથી માંડીને સચિવાલયમાં બેસતા શિક્ષણ વિભાગના મંત્રી તથા સચિવ સુધીના અધિકારીઓ જાણતા હોવા છતાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ પુસ્તકો શાળા સુધી પહોંચ્યા નહીં હોવાની વાતે હોબાળો થવાની સાથે એકમ કસોટી રદ કરી દેવામાં આવી હતી. એકમ કસોટી રદ કરવામાં આવ્યા બાદ પુસ્તકમાંથી પ્રશ્ન બેંક બનાવીને તેના જવાબો મેળવીને મુલ્યાંકન કરવાની વાત કરવામાં આવી પરંતુ છતાં મહાનુભાવો પુસ્તકોદરેક શાળામાં ઉપલબ્ધ નહીં હોવાની વાત ભૂલી ગયા. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો રીતસરના દ્વિધામાં મુકાઇ ગયાં છે. દેરકના ચહેરા પર શું કરવું તે સવાલ દેખાઇ રહ્યો છે. હવે રાતો રાત પુસ્તકો પહોંચાડવામાં આવશે કે, મુલ્યાંકનને પાછળ ધકેલવામાં આવશે. તે જોવાનું રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x