જિલ્લામાંં લમ્પી રોગથી પશુને બચાવવા અંગેની પશુપાલકોને જાણકારી અપાઇ
રાજ્યના અમુક વિસ્તારોમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેને પરિણામે પશુઓ લમ્પી રોગચાળાની ઝપટમાં આવી રહ્યા છે. જોકે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં લમ્પી વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી. પરંતુ સલામતીના ભાગરૂપે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુઓને લમ્પી રોગચાળા અંગેની જાણકારી આપી હતી.પશુઓમાં લક્ષણો જણાય તો પશુ તબિબનો સંપર્ક કરવા તાકિદ કરાઇહાલમાં વરસાદી માહોલમાં માખી અને મચ્છરનો ઉપદ્રવ વધુ રહેતો હોવાથી પશુને લમ્પી રોગચાળો થાય નહી તે માટે સ્વચ્છ જગ્યાએ રાખવું જોઇએ.
પશુના રોજિંદી દિનચર્યામાં કોઇ ફેરફાર જોવા મળે તો તાત્કાલિક અસરથી પશુ તબિબનો સંપર્ક કરવાનો રહેશે સહિતની જાણકારી જિલ્લા પશુપાલન વિભાગે જિલ્લાના પશુપાલકોને આપી છે. ઉપરાંત પશુ તબિબોને લમ્પી રોગચાળાના મામલે એલર્ટ રહેવાની સુચના આપી છે.ઉપરાંત ઠેર ઠેર બેનરો લગાવીને લમ્પી રોગચાળાથી પશુપાલકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે હાલમાં વરસાદી માહોલ હોવાથી માખી અને મચ્છરનું ઉત્પત્તી વધુ થતી હોય છે. તેવા માહોલમાં પશુઓને માખી અને મચ્છરથી દુર રાખવાની સુચના આપી છે. આ ઉપરાંત લમ્પી રોગચાળો જુ અને ઇતરડી સહિતના સીધા સંપર્કમાં આવવાથી પણ રોગનો ભોગ પશુ બનતું હોય છે. આથી પશુને આ બધી સમસ્યાથી દુર રાખવા પશુપાલકોને લમ્પી રોગચાળાથી વાકેફ કર્યા છે.લમ્પી રોગચાળાના લક્ષણોમાં સામાન્ય તાવ, આંખ અને નાકમાંથી પ્રવાહી નિકળવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય, ખાવાનું બંધ કરી દે કે ખાવામાં તકલીફ પડે તો તાકિદે નજીકના પશુ તબિબનો સંપર્ક કરવાનો રહેશે. જોકે લમ્પી રોગચાળાના નિદાન માટે રોગના લક્ષણો જ મોટું નિદાન છે.ઉપરાંત પીસીઆર ્ને એલાયસા ટેસ્ટથી પણ સચોટ નિદાન થઇ શકે છે. લમ્પી રોગચાળાની ઝપટમાં આવેલા ફેલાતો અટકાવવા માટે રોગીષ્ટ પશુને અલગ રાખવું. રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુઓનું સ્થળાંતર બંધ કરી દેવું. યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવને અટકાવવો. અસરગ્રસ્ત કે રોગગ્રસ્ત પશુઓમાં રસીકરણ કરવાનું રહેતું નથી