કલોલમાં સામાન્ય વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા, લોકોને ભારે મુશ્કેલી
કલોલ હાઇવેના સર્વિસ રોડ આજુબાજુ વરસાદી પાણીના કારણે ખૂબ જ ઘન કચરો થઈ જાય છે. જેની અવાર-નવાર ફરિયાદ કરતા પણ તે હટાવવાતો નથી. કલોલ નગરપાલિકા દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા તથા ગુજરાત રોડ સ્ટ્રક્ચર કંપની દ્વારા કચરાના ઢગલે-ઢગલા કરી દેવામાં આવે છે. કલોલમાં વરસાદની ચાલુ સિઝનમાં હજી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી છતાં શહેરના અનેક માર્ગોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કલોલના પોસ વિસ્તારો જેવા કે પંચવટી વિસ્તાર, બળીયાદેવ મંદિર, વર્કશોપ તથા કલોલ હાઇવે ઉપર પાણી ભરાયા જેથી આજુબાજુના રહેવાસીઓ તથા વેપારીઓ અવરજવરમાં ભારે હાલાકી પડી હતી. વેપારીઓ જોડે વાતચીતમાં વેપારીઓએ રોજ ઠાલવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. જેની રજૂઆત ઘણીવાર કરી છે તેમ છતાં તંત્ર દ્વારા પાણી નિકાલ કરવાની કોઈ આયોજન બંધ કામગીરી કરવામાં આવતી નથી. વધુમાં વેપારીઓએ રોષ ઠાલવતા જણાવ્યું, ગટરનું તથા વરસાદી પાણી રોડનું લેવલ બરાબર ન હોવાના કારણે 10-10 દિવસ સુધી ભરાયેલું રહે છે અને જ્યાં સુધી સૂર્યપ્રકાશથી સુકાય નહીં ત્યાં સુધી ભરેલું રહે છે અને દુર્ગંધ મારે છે. લોકોના સ્વાસ્થ્યને અસર પડે છે, પ્રદૂષણ ફેલાય છે. આ રોડ ઉપર આવેલા લગભગ 80 જેટલા પાણીના કન્વર્ટ નાળા તૂટી ગયેલા છે તથા બીમાર હાલતમાં છે.
આ બધા નાળા હોવીથી તેમાંથી ખૂબ જ દુર્ગંધ મારે છે. તેની બોક્સ કન્વર્ટ કરવા કલોલ પ્રાંત અધિકારીએ આદેશ આપેલો હતો. તો તે પણ કરવામાં એમાંઅવાર-નવાર જાનવર પડી જાય છે તેના ફોટા અને વિડીયો સાથે અમે અરજીઓ કરેલ છે. જે પાઇપોનાળા બ્લોક છે તે પણ મેન્ટેનન્સ થતું નથી.કચરામાં પ્લાસ્ટિક વધારે માત્રામાં હોય ગાયોને ખાવાથી ગાયો પણ મરી જાય છે. વરસાદી સિઝનમાં પાણીનો નિકાલ કરવા માટે હંગામી ધોરણે ફાઈટરો મૂકવામાં આવે છે, પણ તે ઘણી વખત બંધ હોય છે અને પાણી એટલું બધું ભરાઈ જાય છે કે પાણીના નિકાલ કરવા માટે ફાઈટર અપૂરતું જણાય છે.