ગાંધીનગર

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અધ્યાપકો દક્ષિણામૂર્તિ અને લોકભારતીની શૈક્ષણિક મુલાકાતે

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના એક્સટેન્શન વિભાગ દ્વારા તારીખ 22-23 જુલાઈના રોજ શૈક્ષણિક સંસ્થાની મુલાકાતનું આયોજન થયું હતું. ભાવનગર ખાતે આવેલી દક્ષિણામૂર્તિ બાલમંદિર અને સણોસરાની લોકભારતી સંસ્થાઓની મુલાકાત યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફ દ્વારા લેવામાં આવી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મુખ્ય ઉદ્દેશમાં બાળ-વિકાસ મહત્ત્વનો છે ત્યારે ભાવનગર જિલ્લાની આ બે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણપદ્ધતિ કયા પ્રકારની છે અને ત્યાં બાળ-શિક્ષણ માટે અને તેના સર્વાંગી વિકાસ માટેની કઈ કઈ પ્રવૃત્તિઓ અને પ્રકલ્પો ચાલે છે તેનો અભ્યાસ કરવો યુનિવર્સિટીના અધ્યાપકનો માટે બહુ ઉપયોગી પુરવાર થાય એમ હતો.

આ ઉદ્દેશને ધ્યાનમાં રાખી યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદ પટેલની પ્રેરણાથી આ બે દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન થયું હતું. આ મુલાકાત બાદ શિક્ષણની એક નવી જ પદ્ધતિને જોવા, જાણવા અને સમજવાની વિશેષ દૃષ્ટિ અધ્યાપકોને પ્રાપ્ત થઈ છે, અને એ અંગેનો આનંદ સહુએ વ્યક્ત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x