ગાંધીનગરગુજરાત

ઉત્તર ગુજરાત બાદ ગાંધીનગર જિલ્લામાં લમ્પી વાયરસની એન્ટ્રી

માણસાના સોલૈયા ગામે બે પશુઓ લમ્પી વાયરસના ઝપટે ચઢતાં ભય માણસા રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના કારણે પશુઓના મોત નીપજી રહ્યા છે અને આ રોગચાળો ઝડપભેર ફેલાઈ રહ્યો છે ત્યારે હવે માણસા તાલુકાના સોલૈયા ગામમાં પણ બે દિવસમાં બે ગાયોને લમ્પી વાયરસ ના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે તો આ રોગચાળાની ગંભીરતા ને કારણે પશુપાલન વિભાગના તબીબો પણ સ્થળ પર આવી સારવાર તેમજ જરૃરી સૂચન આપ્યા છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસ નામના રોગચાળાએ ભારે હાહાકાર મચાવ્યો છે અને આ રોગના કારણે અનેક અબોલ પશુઓના જીવ ગયા છે ત્યારે રાજ્ય સરકારના ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને સલામતીના ભાગરૃપે એલર્ટ રહેવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ વાયરસ ના લક્ષણો માણસા તાલુકાના સોલૈયા ગામમાં રહેતા રામુભાઈ ગલબા ભાઈ ચૌધરી ની ગાયમાં ગઈકાલે દેખાતા તેમણે તાત્કાલિક આ બાબતની જાણ ગામના પશુ તબીબને કરતા તેઓએ સ્થળ પર આવી પ્રથમ દૃષ્ટિએ લમ્પીવાયરસ ના લક્ષણ જણાયા હતા જેથી તેમને તે મુજબની સારવાર શરૃ કરી હતી તો ખેડૂતે પણ રોગચાળાની ગંભીરતા ને જોતા જિલ્લા કંટ્રોલ માં પણ ગાયના લક્ષણો બાબતે વાત કરતા ગઈકાલે જિલ્લા પશુપાલન વિભાગના તબીબ સોલૈયા ગામે પહોંચી સારવાર અને નિરીક્ષણ કરી ખેડૂતને જરૃરી માર્ગદર્શન અને સૂચના આપી હતી તો આજે બીજા દિવસે સોલૈયા ગામમાં જ લાલજીભાઈ ચૌધરી ના ત્યાં ગાયને આ જ પ્રકારના લક્ષણો જણાતા તેમણે પણ પશુ તબીબ ને બોલાવી શંકાસ્પદ લમ્પી વાયરસ જેવું લાગતા તેની સારવાર કરવામાં આવી હતી તો ખેડૂતોએ આ રોગચાળા બાબતે દૂધસાગર ડેરી ને તેમજ સરકારી વિભાગોને જાણ કરી આ રોગચાળો વધુ ન ફેલાય તે માટે પશુઓને તાત્કાલિક રસી આપવા માટે પણ માગણી કરવામાં આવી છે તો એક જ ગામમાં બે ગાયોને લમ્પી વાયરસના લક્ષણો જણાતા માણસા તાલુકાના પશુપાલકોમાં ભય નો માહોલ ફેલાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x