ગાંધીનગરગુજરાત

લઠ્ઠાકાંડના આરોપીને પોલીસે પકડ્યો તો ભાજપના નેતાએ છોડાવ્યો: ધારાસભ્ય રાજેશ ગોહિલ

ધંધુકાના કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલે એપ્રિલમાં બરવાળા તાલુકા સંકલન સમિતિની બેઠકમાં સમગ્ર તાલુકા અને રોજીદ ગામમાં ખાસ કિસ્સામાં દારૂના દૂષણને દૂર કરવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રના પરિણામ સ્વરૂપે સ્થાનિક પોલીસે સંબંધિત આરોપીઓને ત્યાં રેડ કરી ત્યારે કોઈ મુદ્દામાલ મળ્યો ન હતો, જ્યારે તે પછી મામલતદારે જાતે જઇને રેડ કરી, પંચનામું કર્યું અને લઠ્ઠાકાંડમાં સંડોવાયેલાં આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર પણ કરી હતી.

આ સમગ્ર મામલે ધંધુકા ધારાસભ્ય રાજેશ ગોહિલે જણાવ્યું હતું કે મામલતદારે લીધેલાં એક્શનને કારણે આરોપીઓ પકડાઇ તો ગયાં પરંતુ ત્યાર પછી સ્થાનિક ભાજપના લોકોએ તેમના જામીન કરાવી દીધાં અને તે પછી તરત જ તેઓ ફરી દેશી દારૂ ગાળવાના કામે લાગી ગયા હતા. જો કે ભાજપના આ કયા નેતા હતા તે અંગે રાજેશ ગોહિલે કાંઇ વધુ વિગતો આપી નહીં.

રાજેશ ગોહિલે કહ્યું કે જે રીતે આ પોલીસ સ્ટેશનના એએસઆઇ યાસ્મીન બાનુની દારૂનું સ્ટેન્ડ ચાલું કરાવવા બાબતે બુટલેગર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાઇરલ થયો તે દર્શાવે છે કે અહીં પોલીસની દેખરેખ હેઠળ જ દારૂનું ઉત્પાદન અને વેચાણ ચાલે છે. ધંધુકા અને બરવાળા તાલુકાના દરેક ગામમાં દેશી દારૂનું પ્રચલન છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x