ગાંધીનગરગુજરાત

માણસામાં 4,દહેગામ, કલોલમાં 3, પાટનગરમાં 2 ઇંચ વરસાદ

સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત જુલાઈ માસના અંતિમ દિવસોમાં મેઘરાજા જિલ્લા ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા આ વર્ષે મોડા મહેરબાન થયા હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતો હતો અને વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા.

ગાંધીનગર,માણસા,કલોલ: ગાંધીનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા મનમૂકીને મહેર કરી રહ્યા હોય તે પ્રકારે છેલ્લા ઘણા દિવસથી વરસી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં ચોમાસાએ જમાવટ કરી હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વિવિધ તાલુકામાં વરસાદની અવિરત ગતિ ચાલુ રહેવા પામી છે. તો શનિવારે મોડી સાંજથી શરૃ થયેલો વરસાદ મંગળવારે પણ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ છેલ્લા ૨૪ કલાકથી વરસાદ ચાલુ રહેતા રાજ્યના પાટનગરમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. તો બીજી તરફ માણસા તાલુકામાં ચાર ઇંચ, જ્યારે દહેગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, તો કલોલમાં ત્રણ અને ગાંધીનગર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ છેલ્લા ઘણા દિવસથી ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ છૂટો છવાયો પડતો હતો. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણા દિવસથી વરસાદની અવિરત ગતિ ચાલુ રહેવા પામી છે.

ગાંધીનગર શહેર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશાલી વ્યાપી છે. તો બીજી તરફ વરસાદની શરૃ થયેલી અવિરત ગતિ મંગળવારે પણ ચાલુ રહી હતી. તો દહેગામ, માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ સોમવારે રાત્રિના સમયે શરૃ થયેલો વરસાદ મંગળવારે પણ ચાલુ રહેતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ જિલ્લાના દહેગામ તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો છે. તો કલોલ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x