ગાંધીનગરગુજરાત

ચેમ્પ્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ મધુર ડેરીની મુલાકાત લીધી

ગાંધીનગરની જાણીતી શૈક્ષણિક એકેડેમી ચેમ્પ્સના વિદ્યાર્થીઓએ તેમના ઇંડસ્ટ્રીયલ વિઝીટના સેગમેન્ટમાં આજે પાટનગરની મધુર ડેરીની મુલાકાત લીધી હતી. ચેમ્પ્સના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને પાંચ ફેકલ્ટીએ આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટને અત્યંત ફળદાયી અને ઉપયોગી ગણાવી હતી. ચેમ્પ્સ એકેડેમીના ડાયરેક્ટર અને શહેરના જાણીતા એકેડેમિશિયન શ્રી કેવલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ચેમ્પ્સ એકેડેમી વિધ્યાર્થીઓના ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ ઉપર વિશેષ ભાર આપે છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અનુંસાર મજબુત રીતે તૈયાર કરવા ઉપરાંત ભવિષ્યમાં એમની સામે આવનારા વિવિધ રોજગાર અને સ્વરોજગારના ક્ષેત્રનુ એક્સપોઝર મળે એ માટે ચેમ્પ્સ દ્વારા પ્રતિ વર્ષ બેથી ત્રણ જેટલી ઇંડસ્ટ્રીયલ વિઝીટનુ આયોજન કરવામાં આવે છે એમ શ્રી ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું હતું.

મધુર ડેરીના એડમિનિસ્ટ્રેટિવ હેડ શ્રી મહાવીરભાઇ રાણા અને મધુર ડેરીના અધિકારીઓની ટીમે ચેમ્પ્સના વિદ્યાર્થીઓને મિલ્ક રીસીવીંગ પ્લાંટ, પેશ્ચુરાઇઝેશન પ્લાંટ, સ્ટાંડર્ડાઇઝેશન એન્ડ પેકેજીંગ પ્લાંટ વગેરેની ઊંડાણપૂર્વકની સમજ આપી હતી. પ્રતિદિન ૨.૫ લાખ લીટર દૂધ પ્રાપ્ત કરતી ગાંધીનગરની આ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ યુનિટ ઉપરાંત ઘી મેકીંગ યુનિટ, આઇસક્રીમ યુનિટ અને સ્વીટ મેકીંગ યુનિટની મુલાકાત વેળા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોની શ્રી મહાવીર રાણા અને તેમની અધિકારીઓની ટીમે સરળ ભાષામાં સમજ આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, વર્ષ ૨૦૨૨માં સીબીએસસી બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨માં આવેલા પરિણામમાં ચેમ્પ્સના વિધ્યાર્થીઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. ૬૦ ટકા જેટલા ચેમ્પ્સના વિદ્યાર્થીઓએ ૯૦ ટકા ઉપરાંતના ગુણ મેળવી સફળતા હાંસલ કરી છે. એસએસસીમાં ચેમ્પ્સની શ્રેયા જોશીએ ૯૬ %, જયદીપ પ્રજાપતિ ૯૩ %, આયુશ સિંઘ ૯૧ % પ્રાપ્ત કરીને નગરનુ નામ રોશન કર્યું છે.ચેમ્પ્સના વિદ્યાર્થી અભિજીતે મધુર ડેરીની પ્લાંટ વિઝીટ બાદ જણાવ્યું હતું કે અભ્યાસની સાથે સાથે આ પ્રકારની ઔદ્યોગિક એકમોની મુલાકાતથી અમને નવતર દિશાઓની જાણકારી મળે છે. વિદ્યાર્થીની કશીશ ચૌધરીએ એના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ચેમ્પ્સના ડાયરેક્ટર કેવલ સર અને દરેક ફેકલ્ટી બધા વિદ્યાર્થીઓનો સમગ્રતયા વિકાસ થાય અને સાચા અર્થમાં ચેમ્પિયન બની ભાવિ કારકીર્દિ વધુ ઊજ્વળ બને એ દિશામાં સતત પ્રયાસો કરે છે. મારા મતે અભ્યાસ ઉપરાંત ઓલ રાઉંડ ડેવલપમેન્ટ થાય એવી ઉપયોગી એક્ટીવિટી ચેમ્પ્સ એકેડેમિનુ સૌથી મોટુ જમા પાસુ છે એમ કશીશે ઉમેર્યું હતું. ચેમ્પ્સની ઇંડસ્ટ્રીયલ વિઝીટ વેળા ફેકલ્ટીઓ સર્વશ્રી વિકાસ પટેલ, રાજેષ સોલંકી, ધ્રુતિ કક્કડ, સ્નેહલ જાની, રીલેશ એરડા વગેરે જોડાયા હતા. ઇંડસ્ટ્રીયલ વિઝીટ બાદ ચેમ્પ્સના દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x