ગુજરાતમાં 2 વર્ષમાં 2 અબજ રૂપિયાનો દારૂ ઝડપાયો!
જો વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પર એકનજર કરીએ તો તે ખૂબ જ ચોંકાવનારા છે. ગુજરાત સરકારે 2 માર્ચ 2022 ના રોજ ગુજરાત વિધાનસભામાં સત્તાવાર રીતે કહ્યું હતું કે ”ગુજરાત સરકારે ગત વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજાર અને 275 રૂપિયાની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. 4 કરોડથી વધુની કિંમતનો દેસી દારૂ અને 16 કરોડથી વધુની બીયર જપ્ત કરી છે. ગુજરાતના બોટાદ જિલ્લામાં ઝેજરાતમાં 2 વર્ષમાં 2 અબજ રૂપિયાનો દારૂ ઝડપાયો!
જો વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પર એકનજર કરીએ તો તે ખૂબ જ ચોંકાવનારા છે. ગુજરાત સરકારે 2 માર્ચ 2022 ના રોજ ગુજરાત વિધાનસભામાં સત્તાવાર રીતે કહ્યું હતું કે ”ગુજરાત સરકારે ગત વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજાર રી દારૂ પીવાથી અત્યાર સુધી 43 લોકોના મોત થઇ ગયા છે. તો બીજી તરફ 49 લોકો હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઇ છે.
રાજકોટ-સુરત જેવા શહેરોમાં ગેરકાયદેસર બનનાર દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી રહી છે અને મોટાપાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847ની કિંમતના નશીલા દ્રવ્યો પકડાયા છે. જેમાં પોલીસે 370 કરોડની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન પકડાયું છે. જ્યારે નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ નિશાન સાધતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં દર વર્ષે રોકટોક વિના દારૂનું વેચાણ થાય છે. અહીં દારૂબંધી માત્ર કાગળ પર છે. આટલી મોટી દુર્ઘટના સર્જાઇ તેમછતાં દારૂબંધી મામલે ગુજરાતની ભાજપ સરકાર ચૂપ કેમ છે. ગુજરાત પોલીસે મંગળવારે અલગ અલગ શહેરોમાં દેશી દારૂ બનાવનાર ભઠ્ઠીઓ પર રેડ મારી અને કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો.
સુરત, રાજકોટ જેવા શહેરોમાં મોટાપાયે દારૂ મળી આવ્યો હતો. ગેરકાયદે દેશી દારૂ બનાવનાર પહેલા તો મિથાઈલ આલ્કોહોલની ખરીદી કરે છે. ત્યારબાદ તેમાં ફટકડીનો પાઉડર નાખે છે. મિથાઈલ આલ્કોહોલમાં ફટકડી ભળી જવાથી એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે બાદ મિથાઈલ અણુઓ તળીયે બેસી જાય છે અને ઇથાઈલ આલ્કોહોલ ઉપર તરે છે, જે પી શકાય તેવું મનાય છે. ત્યારે આ ઇથાઈલ આલ્કોહોલનું દારુ વેચનારા વેચાણ કરતા હોય છે. જે વિદેશી દારુ કરતા પ્રમાણમાં સસ્તું પડે છે. જોકે, મિથાઈલ આલ્કોહોલમાં ફટકડી નાખીને જે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી હોય છે. તે સંપૂર્ણ રિતે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતી નથી તેથી તેમાં થોડા ઝેરી તત્ત્વો રહી જતા હોય છે. જેના કારણે આ લઠ્ઠો પીનારા લોકો ધીમે ધીમે મરે છે. પરંતુ જો ક્યારેક આ ફટકડીને બદલે ભળતી કોઈ વસ્તુ આવી ગઈ હોય ત્યારે આ ઝેર નીચે બસેતું નથી અને તેને પીધા બાદ પીનારનું તરત મોત થયા છે. એટલે કે દેશી દારુના અડ્ડા પર જ્યારે મિથાઈલ આલ્કોહોલવાળું પીણું આવી જાય ત્યારે તે દિવસે પીનારા તમામ લોકોના મોત થયા છે.