ગુજરાતધર્મ દર્શન

ગુજરાતમાં આજથી દશામાંના વ્રતનો પ્રારંભ

ગુજરાત ભરમાં દશામાંના વર્તનો અનેરો મહિમા છે ને આવતીકાલ અમાવશ્યાથી 10 દિવસના દશામાંના વ્રત રાજ્યભરમાં પ્રારંભ થઇ રહ્યા છે. આ વ્રત અમાવસના દિવસે શરૂ થતા હોવાથી વર્તકારી બહેનો દશામાંની મૂર્તિ અમાવસના પૂર્વેજ લાવીને તેની પ્રતિષ્ઠા કરે છે અને જયારે ખરીદી કરવાના સમયે પણ દુકાનદારને ત્યાં દશામાંની પૂજા અર્ચના કરી મૂર્તિ પોતાના ઘરે લઇ જતી નજરે પડે છે.

 આ વખતે વધેલી મોંઘવારીને લઈ અંબાજીના એક દાતા બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા 551 દશામાંની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરી હતી. સાથે માતાજીનું પૂજાપો પણ નિઃશુલ્ક અપાયો હતો. જોકે વ્રત કરનારી બહેનો માતાજીની મૂર્તિ મફતમાં ન લેતી હોવાથી પોતાની ઈચ્છા પ્રમાણેની રકમ ભેટ ધરી હતી અને આ ભેટમાં ધરાયેલી રકમ પણ દાતા હેમંત ભાઈ દવે એ પશુના ઘાસચારા માટે વાપરવામાં આવશે તેમ જણાવ્યું હતું.જોકે આ વખતે સૌપ્રથમ વખત દશામાંની મૂર્તિ તેમજ પૂજાપો નિઃશુલ્ક વિતરણ કરાયો હોવાથી મૂર્તિ વેચનારા વેપારીઓને વેપારમાં મોટી અસર જોવા મળી હતી. આજની મોંઘવારીમાં લોકો નિઃશુલ્ક મૂર્તિ સાથે જે મોટી સાઈઝની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા માંગતા હોય તેવા લોકો બજારમાંથી દશામાંની મૂર્તિઓ ખરીદી હતી, પણ જ્યાં મફતમાં મૂર્તિ મળતી હોવાથી વેપાર પર મોટી અસર પડી છે. જોકે હાલ તબક્કે દશામાતાના વ્રતની આસ્થા વધતા અનેક લોકો દશામાંની મૂર્તિની પ્રતિષ્ઠા કરી દસ દિવસના વ્રત કરે છે, ને દસમા દિવસે દશામાંની પ્રતિમાને પાણીમાં વિસર્જન કરતા હોય છે. પરંતુ મફતમાં દશામાતાની મુર્તિઓ અપાતા વેપારીઓને ફાયદો થાય કે ન થાય પણ શ્રધ્ધાળુ ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x