ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: 100 કેસ પોઝિટિવ નોંધાતા લોકોમાં ચિંતા
રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડા બાદ આજે એકાએક ફરી વધારો થયો છે. રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવખત 1000ને પાર ગયા છે, એટલે કે આજે 1101 કેસ નોંધાયા છે.ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં કોરોના વાયરાની સ્થિતિ અંગે જોઈએ તો ચિંતા ઉપજાવે તેવા આંકડા સામે આવ્યા છે.ગુરૂવારે નોંધાયેલા 100 કેસમાં મનપા વિસ્તારમાંથી 40 અને ચાર તાલુકામાંથી 60 કેસનો સમાવેશ થાય છે. જ્યારે સામે 25 દર્દીઓ સાજા થયા છે.
તેમાં મનપા વિસ્તારના 20 અને 4 તાલુકાના 5 દર્દીઓનો સમાવેશ થાય છે.ગાંધીનગર-કલોલ તાલુકામાંથી 28-28 તથા દહેગામમાંથી 4 કેસ : જિલ્લાના ચાર તાલુકામાંથી દહેગામ તાલુકાના વટવાનો 22 વર્ષીય યુવાન, પાટનાકુવાના 60 વર્ષીય વૃદ્ધ, મામાપરાના 50 વર્ષીય આધેડ, વાસણા ચૌધરીના 55 વર્ષીય આધેડ કોરોનાગ્રસ્ત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1101 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 886 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5995 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5980 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,35,129 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,965 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.