ગાંધીનગર સિવિલમાં ખોટી રીતે રૂપિયા લેવામાં આવતા હોવાની રાવ, પરિપત્ર પડાયો બહાર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે ત્યાં હવે લાંચ-રીસવત જેવી બિમારીઓનો ઇલાજ કરવાની ફરજ પડે તેમ લાગી રહ્યું છે જો કે, આ બાબતે તબીબી અધિક્ષકે પરિપત્ર તો બહાર પાડયો છે પરંતું તેમાં જો કોઇ પણ સ્ટાફ લાંચ લેતા માલુમ પડશે તો તેના સામે પગલાં લેવા તંત્ર મજબુર હોવાનું દર્શાવીને ક-મને કાર્યવાહી કરવી પડતી હોય તેવો અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓના કામ હોય કે એજન્સીના કામ હોય ‘વહિવટ’ કરવો જ પડે છે.
આ વહિવટી સ્ટાફની લાંચ લેવાની આદતને કારણે હોસ્પિટલના તબીબો તથા અધિકારીઓની છાપ ખરડાઇ રહી છે એટલુ જ નહીં, સ્ટાફનું હક્કનું અને સાચુ કામ હોય તો પણ સીધી રીતે થતું નથી અને હેરાન કરવામાં આવે છે.આ અંગે અનેક ફરિયાદો ઉઠી છે ફરિયાદો મળતા અને ઉચ્ચકક્ષાએથી સુચના આવતા ગાંધીનગર જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે તાજેતરમાં આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડયો હતો જેમાં સિવિલ હોસ્ટિટલના તમામ વિભાગમાં કામ કરતા કર્મચારી-અધિકારીઓને ખોટી રીતે રૃપિયા નહીં લેવા અને ઇમાનદારીથી ફરજ નિભાવવા માટે ટકોર કરવામાં આવી છે. એટલુ જ નહીં, કોઇ પણ પ્રકારની લાંચ રીશવત લેતા સ્ટાફ માલુમ પડે છે તો આ સંસ્થા તરફથી તેમના વિરૃધ્ધમાં કોઇ પણ પ્રકારના ક્ષિક્ષાત્મક પગલાં લેવા અથવા કાનૂની કાર્યવાહી કરવા માટે ‘મજબુર’ છે તેમ પણ લખવામાં આવ્યું છે. પરિપત્રમાં મજબુર શબ્દ લખીને તંત્ર દ્વારા લાંચીયા કર્મચારી સામે ક-મને કાર્યવાહી કરવાની બીક બતાવવામાં આવી છે.ત્યારે આવા મજબુર શબ્દથી લાંચીયાઓને કોઇ ફરક પડશે નહીં તેના બદલે મજબુત બનવાની જરૃર છે અને ગેરરીતી આચરતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાાની આવશ્યક્તા છે.