ગાંધીનગરગુજરાત

ગાંધીનગર-મહુડી રોડ પરનાં મિની અમરનાથ ધામમાં કાવડયાત્રા આવી પહોંચી

હરિદ્વારથી મંગાવેલા ગંગાજળ ભરેલાં 5 હજાર કળશો સાથે યાત્રા આવી પહોંચીભગવાન અમરનાથની સામુહિક 765 દિવાની આરતી કરવામાં આવીશિવ આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના અવસરે વિશ્વ કલ્યાણ સંસ્થા- અમરનાથ ધામ તથા જય અંબે મિત્ર મંડળ દ્વારા ગઈકાલે અમદાવાદથી યોજવામાં આવેલી અમરનાથ જળાભિષેક કાવડ પદયાત્રા આજે સવારે 55 કિ.મીનું અંતર કાપીને મહુડી હાઇવે રોડ પર આવેલ મિની અમરનાથ ધામ આવી પહોંચી હતી. આ યાત્રામાં અંદાજે 4 હજારથી પણ વધુ કાવડીયાઓ ગંગાજળ લઈને આ પદયાત્રામાં જોડાયા હતા.

અમદાવાદ અમરાઈવાડી ખાતેના નાગરવેલ હનુમાન મંદિરેથી આરંભ થયેલી આ પદયાત્રા એરપોર્ટ, હાંસોલ, ગાંધીનગર, પેથાપુર, ગ્રામભારતી થઈ પંચાવન કિમીની પદયાત્રા પૂરી કરી અમરનાથ ધામ આવી પહોંચી છે. કાવડયાત્રા ગાંધીનગરથી પસાર થતા માર્ગો ‘હર મહાદેવ, બોલ બમ કા નારા હૈ શિવ તુ હી સહારા હૈ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા અને શિવ ભક્તિનો અનેરો મહાલો માર્ગો પર જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓ ખૂલ્લા પગે અંદાજે 55 કિમીની આ કાવડ પદયાત્રામાં જોડાયા હતા. આજે શ્રાવણીયા સોમવારે ગાંધીનગર-મહુડી હાઈવે સ્થિત અમરનાથ ધામમાં હુબહુ સ્વરૂપના અદ્વિતીય દ્વાદશ જ્યોતિર્લીંગ ઉપર કાવડીયા દ્વારા જલાભિષેક પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જય અંબે મિત્રમંડળ દ્વારા ધજારોહણ. દેવોના દેવ ભગવાન અમરનાથની સામુહિક 765 દિવાની આરતી કરવામાં આવી હતી. આ અદ્ભુત આરતીનો લ્હાવો લઈને શ્રદ્ધાળુ ભક્તિમાં તરબોળ થઈ ગયા હતા.હરિદ્વારથી મંગાવેલા ગંગાજળ ભરેલા 5 હજાર કળશ સાથે યાત્રા નીકળીભગવા વસ્ત્રોમાં શ્રદ્ધાળુઓ ગંગાજળ ભરેલા કળશ સાથે બમ ભોલેના નારા સાથે ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા. આ અંગે અમરનાથ ધામના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજી અને ડાકોરની પદયાત્રાનું અનોખુ મહત્વ છે.

તે જ રીતે ગુજરાતમાં પ્રથમ વખત દેવાવિદેવ મગવાન ભોલેનાથની પદયાત્રાનું આઠમી વખત આયોજન છે કે શિવભકત કાવડિયાઓ સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિ સાથે કાવડયાત્રા કરે છે. તેમના દરેક કદમની સાથે અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. શિવભક્ત ભગવાન પરશુરામે કાવડ લઈ ગડમુક્તેશ્વરથી ગંગાજળ ભરીને શિવમંદિરમાં જલાભિષેક કર્યો હતો. ત્યાંથી આ કાવડયાત્રાની શરૂઆત થઈ છે. કાવડપદયાત્રામાં દરેક શ્રદ્ધાળુઓ એકસરખા ભગવા વસ્ત્રો અંગિકાર કરીને તથા હરિદ્વારથી મંગાવેલા ગંગાજલ ભરેલા ચાર હજારથી પણ વધુ કળશ સાથે કાવડ પદયાત્રામાં જોડાયા છે.ભગવાન શિવના શિવલિંગ ઉપર જલાભિષેક કરવાની પ્રથા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન દ્રારા ઉત્પન્ન થયેલ વિષ જ્યારે બ્રહ્માંડને જલાવા લાગ્યુ ત્યારે દેવોના દેવ ભગવાન ભોલેનાથ ને તે વિષપાન કરી કંઠમાં રાખી લીધું હતું. ત્યારથી મહાદેવ નિલકંઠના નામથી ઓળખવા લાગ્યા. વિષપાનનું અનિષ્ટ પ્રભાવ રોકવા માટે બ્રહ્માજીએ શિવની અગ્નિને પાણી દ્વારા શાંન્ત કરવાની સલાહ આપી. ત્યારથી શ્રાવણ માસમાં કાવડીયાઓ પાણી લઈ ભગવાન શિવના શિવલીંગ ઉપર જલાભિષેક કરવાની પ્રથા છે. તેથી અમે દર શ્રાવણ માસમાં “શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રાનું આયોજન કરીએ છીએ.

4 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ કાવડયાત્રામાં જોડાયાજય અંબે મિત્ર મંડળના રઘુવરપ્રસાદ જયસ્વાલ જણાવે છે કે, અમરનાથ જળાભિષેક કાવડ પદયાત્રાના અધ્યક્ષ તરીકે આઠમી વખત પદયાત્રાનો આરંભ કરતા તથા મહાદેવની મહિમા પ્રાપ્ત કરવાનો અનોખો અવસર મને પ્રાપ્ત થયો છે. ગત કાવડ પદયાત્રામાં 2 હજાર શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને આ વર્ષે 4 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે. દરેક શ્રદ્ધાળુઓ એકસરખા ભગવા વસ્ત્રો અંગિકાર કરીને તથા રિદ્વારથી મંગાવેલા ગંગાજલ ભરેલા 5000થી વધુ કળશ સાથે કાવડ પદયાત્રામાં હતા. એક સાથે ગંગાજળ ભરેલા કળશને ધારણ કરીને કાવડ સાથે પદયાત્રિકોને નિહાળવાનો પણ એક અનોખો અવસર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x