પંચાયત સેવાવર્ગમાં 3 વર્ષથી વધુ સમય ચિટકેલા કર્મચારીઓની ગમે ત્યારે બદલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં પંચાયત સેવાવર્ગના કર્મચારીઓ કે જે 3 કરતા વધુ વર્ષથી એકજ ટેબલ અને એકજ સ્થળે ફરજ બજાવી રહ્યા છે. તેવા તમામ કર્મચારીઓની બદલીઓ નિશ્ચિત બની છે. તો બીજી તરફ જિલ્લા વિકાસ કમિશ્નર ની કચેરી દ્વારા 3 વર્ષથી બદલી ન થઈ હોય તેવા કર્મચારીઓ નીવિગતો સાથેની યાદી મંગાવવામાં આવી છે. અને આ માટે તમામ જીલ્લા વિકાસ અધિકારીઓ ને પત્ર લખી 13 જૂન સુધીમાં યાદી મોકલવાના આદેશ કર્યા છે.રાજ્યની અલગ અલગ જિલ્લા તેમજ તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતાં પંચાયત સેવા વર્ગ 3ના ફરજ બજાવતા કર્મચારીઓ કેજે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી એકજ શાખા , ટેબલ અને સ્થળ ઉપર ફરજ બજાવતા હોય અને તેવા કર્મચારીઓ ની અવર્ષ દરમ્યાન અન્ય વિભાગમાં બદલી કરવામાં આવી ન હોય તેવા કર્મચારીઓ ની બદલી માટે યાદી મંગાવવામાં આવી છે.ઉપરાંત વહીવટી તંત્ર માં થતા ફેરફારો સાથે સાથે બદલીઓ અને નિયુક્તિ અંગેના સિદ્ધાંતો નું ચુસ્ત પાલન કરવામાં આવતું નહીં હોવાનું પણ વિભાગના ધ્યાને આવ્યું છે.
આવા નિયમોનું પાલન કેમ કરવામાં આવતું નથી ? તે અંગે પણ સ્પષ્ટતા સાથે કારણો માંગવામાં આવતાં પંચાયત વર્ગમાં દોડધામ મચી ગઇ છે. તો બીજી તરફ વિકાસ કમિશ્નરે લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે કેટલીક તાલુકા અને જિલ્લા પંચાયતો માં નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણુકો સરકાર ની પૂર્વ મંજૂરી વિના કરવામાં આવી છે.ત્યારે જે તે જિલ્લા અને તાલુકા પંચાયતો એ આવા કિસ્સાઓમાં કરાર આધારિત નિયુક્ત થયેલા કર્મચારીઓ ના કરાર તાત્કાલિક સમાપ્ત કરવા અને તેની જાણ પણ તાત્કાલિક કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ ડીડીઓ ને આદેશ આપવામાં આવ્યા છે કે પંચાયત કર્મચારીઓ કે જે 3 વર્ષથી વધુ સમય સુધી એકજ વિભાગ કે શાખામાં ચીપકી રહ્યા છે.તેવા બાબુઓની બદલીઓ કરવાની મંગાવેલી માહિતીમાં કર્મચારી નું નામ , હોદ્દો , કયા સંવર્ગમાં તેની નિમણુંક છે. અને કઈ તારીખ થી કઈ શાખામાં નિમણુંક થઈ છે.તેવી ઝીણવટભરી વિગતો માંગવામાં આવી છે.