ગુજરાત

ડાયાબિટીસના દર્દીઓએ જરૂરથી કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન, બ્લડ સુગર લેવલ રહેશે નિયંત્રિત

ડાયાબિટીસ હાલ સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી પ્રસરી રહેલી ઘાતક બીમારીઓમાંથી એક છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે જીવનશૈલી અને આહારમાં ફેરફાર દ્વારા મધુમેહ (ડાયાબિટીસ)થી બચી શકાય છે. તે સિવાય જે લોકો પહેલેથી તેનો શિકાર હોય તેમણે ખાણી-પીણીમાં વિશેષ સંભાળ રાખવાની જરૂર છે. તો ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે જેના સેવનથી ડાયાબિટીસના જોખમને ઘટાડી શકાય છે.

લીલા પાંદડાવાળી શાકભાજીડાયાબિટીસના દર્દીઓ માટે લીલી અને પાંદડાવાળી શાકભાજીનું સેવન કરવું વિશેષ રીતે લાભદાયી ગણાય છે. લીલા શાકભાજી ખૂબ જ પૌષ્ટિક અને ઓછી કેલેરીવાળા હોય છે. પાલક, કેળ અને અન્ય પાંદડાવાળા શાકભાજી વિટામીન-સી સહિત અનેક વિટામીન્સ અને ખનીજોના સારા સ્ત્રોત ગણાય છે. તે બ્લડ સુગર લેવલ વધતું અટકાવવાની સાથે સાથે ડાયાબિટીસના કારણે અનુભવાતી જટિલતા ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

 ઈંડાનું સેવન ફાયદાકાર ઈંડા શરીરમાં સોજા ઘટાડવાની સાથે ઈન્સુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે. 2019માં થયેલા એક અભ્યાસ પ્રમાણે નાસ્તામાં ઈંડા સામેલ કરવાથી રક્ત શર્કરાના સ્તરનું પ્રબંધન કરવામાં મદદ મળે છે. તે શરીરમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં પણ ઉપયોગી થાય છે. નટ્સનું સેવનસંશોધન પ્રમાણે નટ્સ ખાવાથી બ્લડ સુગર સ્તર નિયંત્રણમાં રહે છે. ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોના જૂથ પર કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે મગફળી બદામ જેવા નટ્સનું સેવન કરવાથી ઉપવાસ અને ભોજન બાદના બ્લડ સુગર સ્તરમાં ઘટાડો કરી શકાય છે. અખરોટનું સેવન પણ ખૂબ લાભદાયી ગણાય છે. ભીંડો છે ખૂબ જ ગુણકારીભીંડો પોલીસેકેરાઈડ અને ફ્લેવોનોઈડ એન્ટી ઓક્સિડેન્ટનો એક સમૃદ્ધ સ્ત્રોત છે જે રક્ત શર્કરા ઘટાડવામાં સહાયક બની શકે છે. ભીંડામાં એન્ટી બાયોટીક ગુણ પણ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારી છે. એક મહિના સુધી દરરોજ ભીંડાનું સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x