વિક્રમ સારાભાઇ જન્મ જયંતિ અંતર્ગત બાલ વૈજ્ઞાનિકોની સંસદનો કાર્યક્રમ યોજાયો.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર અને નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ના ઉપક્રમે ભારતના પનોતા પુત્ર અને અવકાશ વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઇની ૧૨ મી ઓગસ્ટે જન્મ જયંતિ અંતર્ગત.નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. આ વર્ષે વિક્રમ સારાભાઇની જન્મ જયંતિ અલગ રીતે યોજાઈ છે. ધોરણ ૫ થી ૧૦ ના જુદી જુદી શાળાના બાળકો જુદા-જુદા વૈજ્ઞાનિકોના પહેરવેશ સાથે આવ્યા. અને વૈજ્ઞાનિકોની સંસદમાં ભાગ લીધો આ કાર્યક્રમમાં ડૉ.વિક્રમ સારાભાઇ,અબ્દુલ કલામ,વનિતા મુથૈયા,સુશ્રુત,કલ્પના ચાવલા,સુનીતા વિલ્યમ્સ,થોમસ આલ્વા એડીશન,આઇન્સ્ટાઇન,જેવા જુદા-જુદા વૈજ્ઞાનિકોના પહેરવેશ સાથે વિદ્યાર્થીઓ આવ્યા અને વિજ્ઞાન સંસદમાં તેમનો પરિચય અને વિજ્ઞાનક્ષેત્રે તેમને કરેલી કામગીરી વિષે સંસદમાં રજૂઆત કરી.
આ અનોખા કાર્યક્રમને જોવા માટે અને.વિશેષમાં આ દિવશે વિજ્ઞાન સંસદને સાંભળવા આર.જી.ગર્લ્સ સ્કૂલની સાયન્સ કલબની વિદ્યાર્થીનીઓ અને તેમના શિક્ષકશ્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગાંધીનગરની જુદી-જુદી પ્રાથમિક માધ્યમિક શાળાઓના શિક્ષકો,વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકશ્રી તરીકે જાણીતા નાટ્યકાર,પત્રકાર એવા શ્રી કુંતલભાઈ નિમાવત અને શ્રી વસંતભાઈ પટેલ,પૂર્વ ઉપસચિવ, માર્ગ અને મકાનવિભાગ સેવા આપી હતી. ડૉ અનિલભાઈ એ વિદ્યાર્થીઓને જુદા-જુદા-વૈજ્ઞાનિકો એ કરેલ શોધો અને નોબલ પ્રાઈઝ વિષે વાત કરી હતી અને ડૉ.વિક્રમ સારાભાઇ ના જીવન અને તેમને કરેલી શોધો વિષે તેમજ તેમણે ગુજરાત માં સ્થાપેલી વિવિધ સંસ્થાઓ જેવી કે પિ.આર.એલ.,વિક્રમ સારાભાઇ સાયન્સ l સેન્ટર,વિકસત,અટીરા વિષે માહિતી આપી હતી સ્પર્ધા બે વિભાગ જુનિયર અને સિનીયર ગ્રુપમાં વિભાજીત કરી હતી.
જેમાં જુનિયર કેટેગરીમાં માં પ્રથમ ક્રમે કુંજ પટેલ, ખાટાઆંબા પ્રાથમિક શાળા, જેઓએ સી.વી.રામનનું પાત્ર ભજવ્યું હતું. દ્વિતીય ક્રમે યુવરાજ ગઢવી જે.બી.પ્રાથમિક શાળા, જેઓએ અબ્દુલ કલામનું પાત્ર ભજવ્યું હતું. તૃતીય ક્રમે ખુશી વાઘેલા,પોદાર સ્કુલ જેઓએ થોમસ આલ્વા એડીશન નું પાત્ર ભજવ્યું હતું. અને સિનીયર કેટેગરીમાં માં પ્રથમ ક્રમે અમૃત દેસાઈ, સ્વસ્તિક હાયર સેકન્ડરી સ્કુલ,ચાંદખેડા જેઓએ સુશ્રુતનું પાત્ર ભજવ્યું હતું. દ્વિતીય ક્રમે ખુશી પરમાર જે.એમ.ચૌધરી પ્રાથમિક શાળા,જેઓએ આઇઝેક ન્યૂટનનું પાત્ર ભજવ્યું હતું. તૃતીય ક્રમે પ્રાપ્તિ નાયક જે.એમ.ચૌધરી પ્રાથમિક શાળા જેઓએ સુનીતા વિલિયમ્સનું પાત્ર ભજવ્યું હતું. બંને કેટેગરીમાં પ્રથમ ત્રણ વૈજ્ઞાનિકોને ૫૦૦/-,૪૦૦/,૩૦૦/- રૂ! રોકડ ઇનામ તેમજ ભાગ લેનાર તમામને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા. ભાગ લેનાર તમામને તેમના પત્રોના ફોટા સાથેનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.