ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત
દર વર્ષની જેમ આ વર્ષે પણ તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે જોડાયેલા લોકોને આ મેડલ એનાયત કરવામાં આવશે.વર્ષ 2022 માં, તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 151 પોલીસ કર્મચારીઓ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને આ મેડલ મળશે. આ ઉપરાંત 151 પોલીસકર્મીઓ માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તેમના નામની જાહેરાત કરી હતી.આ અંગે મળતી માહિતી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે જોડાયેલા લોકોને આ મેડલ એનાયત કરવામાં આવશે.કેન્દ્રીય ગૃહ પ્રધાન પુરસ્કાર મેળવનારા પોલીસકર્મીઓમાં તપાસ એજન્સી સીબીઆઈના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પોલીસના 8-8 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના 6 પોલીસકર્મીઓ ઉપરાંત તપાસ એજન્સી NIA અને NCBના 5-5 પોલીસકર્મીઓ સામેલ છે. બાકીના પોલીસકર્મીઓ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલથી સન્માનિત પોલીસકર્મીઓમાં 28 મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.