GSDM ITI સંસ્થા ખાતે 13 મો વાર્ષિક પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ – 2022 યોજાયો
ગાંધીનગર :જી.એસ.ડી.એમ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, ગાંધીનગર ખાતે સ્કીલ ઇન્ડિયા મિશન અંતર્ગત અગાઉના વર્ષમાં તાલીમ મેળવી સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓ માટે સંસ્થા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 13 મા વાર્ષિક પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિશિયન, ફીટર તેમજ રેફ્રિજરેશન મિકેનિક જેવા ટેકનિકલ ટ્રેડના 623 જેટલા તાલીમાર્થીઓ ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સ્ટાર્ટ-અપ, સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા, સરકારી તેમજ બિનસરકારી ક્ષેત્રે રોજગારીની વિવિધ તકો અંગે અને એપ્રેન્ટિશિપ તાલિમ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને તમામ તાલીમાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અંગેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જીએસડીએમ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે. તેમજ 12,500 થી વધારે તાલીમાર્થીઓને પ્રશિક્ષણ આપી ચૂકેલ છે. જેમાંથી સંસ્થાએ પ્રાપ્ત કરેલ માહિતી મુજબ 6970 જેટલા તાલીમાર્થીઓ નોકરી, તથા 1850 જેટલા તાલીમાર્થીઓ પોતાના સ્વતંત્ર વ્યવસાય સાથે જોડાયેલ છે. અને 28 જેટલા તાલીમાર્થી વિદેશ માં સ્થાયી થયેલ છે. તેમજ ઘણાવિદ્યાર્થીઓ હાલમાં અન્ય અભ્યાસ સાથે પણ જોડાયેલ છે.અમારી સંસ્થાનો મુખ્ય ધ્યેય વધારેમાં વધારે તાલીમાર્થીઓને ટેકનિકલ અભ્યાસસાથે જોડી રોજગારી તેમજ સ્વતંત્ર વ્યવસાયની ભરપૂર તકો પૂરી પાડવાનો છે.