ગુજરાત

CNG વાહનચાલકોને સરકારની મોટી ભેટ : જાણો ભાવ માં કેટલો કરાયો ઘટાડો

મોંઘવારીના માર વચ્ચે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સીએનજી વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે. સરકારે આઇઆરએમ સીએનજીના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 15 મી ઓગસ્ટના દિવસે જ સરકારે ભાવ ઘટાડો કરી વાહનચાલકોને મોટી ભેટ આપી છે.સીએનજી સહિત તમામ ચીજવસ્તુઓના ભાવ છેલ્લા ઘણા સમયથી વધીને આસમાને પહોંચ્યા છે. લોકો પેટ્રોલ અને ડીઝલ ગાડી છોડી સીએનજી તરફ વળ્યા હતા. પરંતુ સીએનજીનો ભાવ પણ 90 રૂપિયા સુધી પહોંચતા સીએનજી વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. જો કે 15મી ઓગસ્ટે સરકારે સીએનજી વાહન ચાલકોને પણ મોટી રાહત આપી છે અને સીએનજીના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના કારણે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના હજારો સીએનજી વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી.

 આઇઆરએમ સીએનજી જે પહેલા 89.95 રૂપિયામાં મળતો હતો તે હવે 6 રૂપિયા ભાવ ઘટતા 83.95 રૂપિયામાં મળી રહ્યો છે. જેથી સીએનજીના વાહન ચાલકો મોટી રાહત અનુભવી રહ્યાં છે.15મી ઓગસ્ટે CNG વાહનચાલકોને સરકાએ એક મોટી ભેટ આપી છે. વિગતો મુજબ IRM CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. IRM CNGના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેને લઈ હવે બનાસકાંઠામાં સીએનજી વાહનચાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. CNGમાં સતત ભાવવધારા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ IRM CNGના ભાવમાં આજે 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે સીએનજીના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ હવે બનાસકાંઠા માં સીએનજી વાહનચાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. મોંઘવારીના માર વચ્ચે સીએનજીના ભાવમાં ઘટાડો થતાં વાહનચાલકોને મોટી રાહત મળી છે. આજે સરકારે સીએનજીના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેને લઈ બનાસકાંઠામાં સીએનજી વાહનચાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x