ahemdabadગાંધીનગરગુજરાત

ગુજરાતમા ફરી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદનું આગમન

રાજ્ય (ગુજરાત)માં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્ય (ગુજરાત)માં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદના કારણે લોકોને સવારે ઓફિસે જવામાં ભારે મુશ્કેલી પડી છે. સતત પડી રહેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને ઓફિસે જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

જોકે, શાળા-કોલેજોમાં રજાના કારણે માર્ગો પર ઓછો ટ્રાફિક જોવા મળ્યો હતો. આપને જણાવી દઇએ કે શહેરમાં વહેલી સવારથી સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, નહેરુનગર, આંબાવાડી તેમજ પૂર્વમાં બાપુનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નોંધનીય છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે.

દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 17 ઓગસ્ટે એટલે કે આવતીકાલે રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે કારણ કે અરબી સમુદ્રમાં સુનિશ્ચિત લો પ્રેશર સક્રિય બન્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x