સતત પાણીની આવક વધતા ગાંધીનગરના સંતસરોવર ડેમના તમામ દરવાજા ખોલાયા
ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ 83.60 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ વરસાદ 760 મીમી છે જેની સામે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 635 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે 100 ટકા વરસાદમાં હજુ પણ 16.40 ટકાની ખાધ છે.રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બાદ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાથી ઉપર પહોંચી ગયો છે. જેમાં સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છ વિસ્તારમાં 155.36 ટકાથી વધુ અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં 82.28 ટકા સાથે નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં કુલ સરેરાશના 107.47 ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા વરસાદ નોંધાયો છે.
જેના કારણે ગાંધીનગરમાં લાકરોડા વિયર અને સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેથી લાકરોડાના 8 મોટા અને 63 નાના ગેટ ખોલીને 71,250 કયુસેક પાણી છોડવાની ફરજ પડી હતી. સાથે જ સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલીને 60,546 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.જેમાં માણસા તાલુકામાં 4 ઈંચ, દહેગામ તાલુકામાં 1 ઈંચ, કલોલ અને ગાંધીનગર તાલુકામાં 2 ઈંચ નોંધાયો છે.કારણ કે દહેગામની બહાર સરેરાશ 790 મીમી વરસાદ નોંધાયો છે. જે 92.69 ટકા છે, જેની સામે 7.31 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ગાંધીનગરમાં 711 મીમી વરસાદ નોંધાયો છે. 66.78નો ઘટાડો થયો છે. ટકાવારી 33.22 ટકા છે. કલોલમાં સરેરાશ 784ની સામે 475 મીમી વરસાદ નોંધાયો છે. તેમાં 9.21 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે માણસામાં સરેરાશ 792 મીમીની સામે 622 મીમી વરસાદ નોંધાયો છે. હજુ પણ 21.46 ટકાની ઘટ છે. તો સરેરાશ વરસાદની વાત કરીએ તો જિલ્લાનો સરેરાશ વરસાદ 760 મી.મી. 83.60 ટકા ઘટ્યો છે. તેમાં 16.40 ટકાનો ઘટાડો થયો છે.