ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ તેમણે J&K કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયાના કલાકોમાં જ તેમણે રાજીનામું આપી દીધું હતું.
આ સાથે તેમણે જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની પોલિટિકલ ઈસ્યુઝ કમિટીના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. પાર્ટીના અસંતુષ્ટોના જૂથ G-23ના મુખ્ય સભ્ય ગુલામ નબી આઝાદે આખરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનો રાજીનામું પત્ર મોકલીને પાર્ટી છોડવાનો અંતિમ નિર્ણય જાહેર કર્યો છે. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને સપાએ તેમને પણ રાજ્યસભામાં મોકલી દીધા છે. ગુલામ નબી લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને જી-23 જૂથ સતત કોંગ્રેસમાં પરિવર્તનની માંગ કરી રહ્યું હતું.