વંદે ભારત એક્સપ્રેસઃ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
વંદે ભારત એક્સપ્રેસ જેને ટ્રેન-18 તરીકે પણ ઓળખવામાં આવે છે તે ટ્રાયલ રન દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટને વટાવી ગઈ છે જે રેલવે માટે એક નવી સિદ્ધિ છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું, ‘વંદે ભારત-2 કોટા-નાગદા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 kmphની ઝડપે સ્પીડ ટ્રાયલ શરૂ થઈ.’ 200 કિમી/કલાકની ઝડપવંદે ભારત વર્તમાન શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. યોગ્ય ટ્રેક અને ગ્રીન સિગ્નલ સાથે આ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. નવી વંદેમાં 16 કોચવાળી ભારતમાં શતાબ્દી એક્સપ્રેસ જેટલી જ પેસેન્જર ક્ષમતા હશે.
તેના બંને છેડે ડ્રાઇવર કેબિન છે અને તે સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન છે.અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશેટ્રાયલ રન પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ રેલવે સેફ્ટીકમિશનરને મોકલવામાં આવશે અને લીલી ઝંડી મળ્યા બાદ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અન્ય નવા રૂટ પર દોડવાનું શરૂ કરશે. આ ટ્રેન પણ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડે તેવી શક્યતા છે.નવી ટ્રેનો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવવા માટે ઓટોમેટિક ફાયર સેન્સર, CCTV કેમેરા અને GPS સિસ્ટમથી સજ્જ હશે. આ ટ્રેનોની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. ICF એ ઓગસ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેનો બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
સ્ટેનલેસ સ્ટીલ કોચઅગાઉની ટ્રેનોની તુલનામાં, કોચ વજનમાં હળવા હશે, જે મુસાફરીને વધુ આરામદાયક બનાવશે. ટ્રેનના કોચ સ્ટેનલેસ સ્ટીલના બનેલા છે અને વજનમાં હલકા હોવાને કારણે મુસાફરો વધુ ઝડપે પણ આરામદાયક અનુભવશે. આ ઉપરાંત, નવી ટ્રેનમાં પાયલોટ દ્વારા સંચાલિત ઓટોમેટિક ગેટ છે અને તેની બારીઓ પણ પહોળી છે. ઉપરાંત, સામાન રાખવા માટે વધુ જગ્યા છે. જેમ જાણીતું છે, આ ટ્રેનના કેટલાક ભાગો સિવાય મોટાભાગના ભાગો ‘મેડ ઇન ઇન્ડિયા’ છે.