ન્યૂડ ફોટોશૂટ વિવાદ પોલીસે રણવીર સિંહની બે કલાક સુધી પૂછપરછ કરી, એક્ટેરે કહ્યું- ખ્યાલ જ નહોતો…
રણવીર સિંહે જુલાઈ મહિનામાં પીપલ મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની પર કેસ કરવામાં આવ્યો હતો. રણવીર સિંહે હવે આ કેસમાં પોતાનું નિવેદન આપ્યું છે. રણવીર સિંહની ૨૨ ઓગસ્ટે પૂછપરછ થવાની હતી, પરંતુ તેણે વધુ સમય માગ્યો હતો.આજે એટલે કે ૨૯ ઓગસ્ટના રોજ રણવીર સિંહ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં સવારે સાત વાગે આવ્યો હતો. અહીંયા બે કલાક સુધી રણવીર સિંહે પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યુ હતું. ઇન્સ્પેક્ટર જયકુમાર સૂર્યવંશીએ કહ્યું હતું કે રણવીરને ૧૦ સવાલ પૂછવામાં આવ્યા હતા. રણવીરે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. તેણે કેટલાંક ડોક્યૂમેન્ટ્સ પણ જમા કરાવ્યા છે.
મીડિયા તથા ભીડથી બચવા માટે રણવીરે બે દિવસ પહેલાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત કરીનસવારનો ટાઇમ ફિક્સ કરાવ્યો હતો.પોલીસે રણવીરને પૂછેલા ૧૦ સવાલઆ ફોટોશૂટનો કોન્ટ્રાક્ટ કઈ કંપની સાથે હતો?તમે કોન્ટ્રાક્ટ પૂરો વાંચ્યો હતો?આ શૂટ ક્યારે અને કઈ જગ્યાએ થયું?આ શૂટ માટે તમને કેટલા પૈસા મળ્યા હતા?તમને ક્યારેય એમ લાગ્યું હતું કે આ તસવીર વિવાદ ઊભો કરી શકે છે?શૂટ કરેલી તસવીરો તમે સો.મીડિયામાં કયા હેતુથી શૅર કરી હતી?વિવાદ વધતા તમે તે તસવીરો સો.મીડિયામાંથી હટાવી હતી?આ પ્રકારના ફોટોશૂટથી લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે, આ વાતની માહિતી હતી?વિવાદ વધતા તમે ફોટોશૂટ છાપનાર સાથે કોઈ વાત કરી હતી?આ વિવાદ પર ન્યૂટ ફોટો પÂબ્લશ કરનાર કંપનીએ શું કહ્યું હતું?તમામ સવાલોના જવાબ આપતા રણવીરે કહ્યું હતું, ‘મને આ વાતનો સહેજ પણ અંદાજા નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ મારા માટે મુસીબત ઊભી કરી દશે. મારો હેતુ કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો.
મેં એક જનરલ ફોટોશૂટની જેમ જ આ ફોટોશૂટ કર્યું હતું.’ફોટોશૂટને સો.મીડિયામાં શૅર કરવાના સવાલ પર એક્ટરે કહ્યું હતું, ‘હું માત્ર એટલું જ ઈચ્છતો કે આ વધુને વધુ લોકો સુધી પહોંચી, આ જ કારણે મેં સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી. મેં કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે તસવીરો પોસ્ટ કરી નહોતી.’ રણવીરે તપાસમાં સહયોગ આપવાની વાત કહી હતી. પોલીસને જરૂર લાગશે તો બીજીવાર રણવીરને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે.નોંધનીય છે કે રણવીર વિરુદ્ધ મુંબઈની એક સ્વૈÂચ્છક સંસ્થાએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સ્વૈÂચ્છક સંસ્થાએ કહ્યું હતું કે રણવીરે પોતાના ન્યૂડ ફોટોથી મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે અને તેમનું અપમાન કર્યું છે. આથી આ તસવીરો હટાવવામાં આવે. આ સાથે જ રણવીરની ધરપકડની માગણી પણ કરી હતી. રણવીર વિરુદ્ધ ૫૦૯, ૨૯૨, ૨૯૩ તથા આઇટી એક્ટની હેઠળ કેસ કરવામાં આવ્યો છે. ફરિયાદ બાદ મુંબઈ પોલીસે ૪૮ કલાકનો સમય માગ્યો હતો. ત્યારબાદ રણવીર વિરુદ્ધ કેસ કર્યો હતો. કલમ ૨૯૨ હેઠળ પાંચ વર્ષ, કલમ ૨૯૩ હેઠળ ત્રણ વર્ષની સજાની જાગવાઈ છે. એક્ટ ૬૭છ હેઠળ પાંચ વર્ષની સજાની જાગવાઈ છે.