ન્યુ ગાંધીનગરમાં રાંદેસણના માર્ગ પર ભુવા પડતા રહીશો ત્રાહિમામ
ગાંધીનગર: ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં મુખ્ય માર્ગો પાસે વરસાદી પાણીના નિકાલ માટે જે સિસ્ટમ લગાવવામાં આવી છે. જો યોગ્ય રીતે કરવામાં ન આવે તો ઘણી જગ્યાએ પુરાણોના અભાવે માટી ખરવા લાગી છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આવા ખાડાઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પણ અકસ્માતની ભીતિમાંથી પસાર થવું પડે છે.ન્યુ ગાંધીનગરમાં રાંદેસણના માર્ગ પર ભુવા પડતા રહીશો ત્રાહિમામરાજ્યના પાટનગર સહિત નવા ગાંધીનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઉભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલ અનેક વિસ્તારોમાં આ કામગીરી સ્થાનિક રહીશો માટે આફતરૂપ બની રહી હોવાનું જોવા મળી રહ્યું છે. આમ રાંદેસણમાં સીટી પલ્સથી ગામ તરફ જતો રસ્તો વરસાદી ઋતુમાં યોગ્ય બાંધકામના અભાવે ધોવાઈ જવાથી તૂટી ગયો છે.રસ્તા પાસે વરસાદી પાણીના નિકાલ માટે કરાયેલી વ્યવસ્થાની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી અને હાલમાં ઠેર ઠેર ખાડાઓ પડી રહ્યા છે. આ વિસ્તારમાં રહેતા રહીશોની સતત અવરજવરને કારણે તંત્ર યોગ્ય રીતે કામ કરતુ હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત. રોડ બનાવવાની યોગ્ય વ્યવસ્થાના અભાવે અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે ધરાશાયી થઈ રહ્યા છે. મુખ્ય માર્ગની નજીક સર્જાયેલા ખાડાઓને કારણે રાહદારીઓની સાથે વાહન ચાલકોને પણ અકસ્માતની આશંકામાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં પડેલી માટી પુરાણ કરવા માટે સત્વરે કામગીરી કરવામાં આવે તેવી પણ રહીશોએ માંગ કરી છે.