કોંગ્રેસની સરકાર આવશે તો કોરોના મૃતકોને ૪ લાખ,જયારે ગેસનો બાટલો ૫૦૦માં મળશે :રાહુલ ગાંધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, ગુજરાતના ખુણે ખુણેથી હજારો બબર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યાં છે.સરકાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ ભાજપ,આરએસએસ અને મોદીએ બનાવી છે.સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતાં તે ખેડૂતોના હિત માટે નીકળતા હતાં. તેમના વિના અમૂલ ઉભું ના થાત.એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે અને બીજી તરફ તેમનું જ અપમાન કરે છે.કોંગ્રેસે પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. અહીં પણ અમે દરેક ખેડૂતોનું ૩ લાખનું દેવું માફ કરીશું. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું ? કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે ૪ લાખનું વળતર આપીશું. અમે ૧૦ લાખ યુવાનોને રોજગાર આપીશું.
રાહુલ ગાંધી સભા સ્થળેથી સીધા સાબરમતિ આશ્રમ ગયાં હતાં. તેઓ પ્રાર્થના સભામાં ઉપÂસ્થત રહ્યાં હતાં. તેમનું સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા હતાં.
તેમને ગાંધીજી આશ્રમની પ્રતિકૃતિ ચરખો ભેટમાં અપાયો હતો.અશોક ગેહલોતે કહ્યું હતું કે,ગાંધી આશ્રમથી રાહુલ ગાંધીએ ભારત જાડો આંદોલનની શરૂઆત કરી છે. અને હવે આખા ભારતમાં આ પ્રકારે ભારત જાડો કાર્યક્રમ કરશે.સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. ભાજપ એક તરફ સૌથી મોટી મૂર્તિ બનાવે છે,જે વસ્તુ માટે સરદાર જીવ્યા તેના વિરુધ્ધમાં જ ભાજપ કામ કરે છે. ભાજપ ૩ કાળા કાયદા લાવ્યો. ભાજપે ખેડૂતોના હક છીનાવ્યાં. જેથી ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે.આજે સરદાર પટેલ હોતો તો તેઓ કોનું દેવું માફ કરતા ઉદ્યોગ પતિઓનું કે ખેડૂતોનું હું આ સવાલ તમને પુછી રહ્યો છું. તેઓ ક્યારેય આવું કરતા નહીં.ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે.તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે. કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી.ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવીશું અને છોકરીઓને મફતમાં શિક્ષણ આપીશું. ગેસનો બાટલો ૫૦૦ રૂપિયામાં આપીશું.ચૂંટણી નજીક છે હું તમને કહું છું કે તમે લડો ગત વખતની જેમ લડશો તો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.ગુજરાતના યુવાઓનું ભવિષ્ય નષ્ઠ કરી નાખે છે છતાં કોઈ પગલાં નથી લેતા.
ગુજરાતના ગરીબ હાથ જાડીને થોડી જમીન માંગે તો કશું નથી મળતું. ઉદ્યોગપતિઓને જમીન આપી દેવામાં આવે છે.લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ .ગુજરાતમાં એક એવું રાજ્ય છે કે જ્યાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે.સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીની ગણતરી જ નથી થતી.નાના વેપારીઓની કોઈ મદદ થતી નથી.જીએસટીથી નુકસાન છે છતાં જીએસટી ભરવો પડે છે.મોટા ૪થી૫ ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. એરપોર્ટ, ટેલિકોમ સહિતના તમામ પ્રોજેક્ટ ઉદ્યોગપતિઓ પાસે છે.શું સરદાર પટેલે અંગ્રેજા પાસે આંદોલન કરવા પરમિશન લીધી હતી?ભાજપે ૫ વર્ષમાં ગુજરાત માટે કાંઈ નથી કર્યું. ગુજરાતની જનતાને બધું દેખાય છે.તમે લડશો તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જીતશે.રાહુલ ગાંધી અમદાવાદમાં કાર્યક્રમ દ્વારા વિધાનસભાની ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરાવ્યા હતાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન આયોજિત કરાયું હતું જેમાં રાહુલ ગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. જેના બાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સાથે જ ગુજરાતની જનતા માટે વચનોની ગેરેન્ટી આપી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ૫૨ હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં ૨૫ વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ રાજકીય પાર્ટી સાથે નથી, આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી. સૌથી પહેલા સમજા કે તમે શાની વિરુદ્ધ લડો છો. સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ બીજેપીએ બનાવી. સરદાર પટેલ કેમ લડ્યા, શા માટે લડ્યા, કેવી રીતે લડ્યા તે ન જાણ્યું. સરદાર પટેલ એક વ્યÂક્તત્વ ન હતા, તેઓ હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેઓ ખેડૂતોના હિત માટે કામ કરતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા થઈ શક્તુ ન હોત. એક તરફ બીજેપી તેમની મૂર્તિ ઉભી કરે છે, અને બીજી તરફ જે એવા કાયદા લાવ્યા જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. ત્રણ કાયદા લાવ્યા, જેની સામે ખેડૂતો લડ્યા. અને બીજેપીનુ કહેવુ છે કે ખેડૂતો માટે લડે છે. બધાનું વ્યાજ માફ થશે, પરંતું ખેડૂતોનું નહિ થાય.
સરદાર પટેલ હોત તો કોનું વ્યાજ માફ થાત. એક તરફ મૂર્તિ બનાવે છે, અને બીજી તરફ તેમની જ વિચારધારા પર આક્રમણ કરે છે. તેમણે કહ્યું, કોંગ્રેસ જ્યા પણ સરકારમાં આવી, એ રાજ્યોમાં ખેડૂતોનું દેવુ માફ કર્યું. અહીં પણ અમે ખેડૂતોનું ૩ લાખ સુધીનું દેવુ માફ કરીશું. ગુજરાતની તમામ સંસ્થાઓને બીજેપીએ કેપ્ચર કરી છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. બધા પ્રકારનું ડ્રગ્સ મુન્દ્રા આભાર – નિહારીકા રવિયા પોર્ટથી નીકળી રહ્યું છે, પરંતુ સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી. આ માટે શું કારણ છે. દર બે-ત્રણ મહિનામાં મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ મળે છે. જે ગુજરાતના યુવા અને ભવિષ્યને નષ્ટ કરે છે. કોઈને કોઈ કારણ તો હશે જ. જા કોઈ ગરીબના ઘરમાં ડ્રગ્સ મળે તો જેલભેગા કરાય છે. પરંતુ હજારો કરોડોનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ પર મળે તો પોલીસ કોઈ કાર્યવાહી નહિ કરે. ગુજરાત મોડલમાં બે-ચાર ઉદ્યોગપતિઓનું રાજ છે. આ ઉદ્યોગપતિઓને જે પણ જમીન જાઈએ બે મિનિટમાં સરકાર આપે છે. પરંતું ગુજરાતનો ગરીબ-આદિવાસી હાથ છોડીને જમીન આપે તો કંઈ મળતુ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, વીજળીનો ભાવ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ છે. તમારા ખિસ્સામાંથી નીકળેલા રૂપિયા એ જ બે-ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જાય છે. વર્ષોથી અહી લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. કોઈ બોલી શક્તુ નથી. ગુજરાતમાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે. જેની વિરુદ્ધ આંદોલન કરશો તેની પાસેથી જ પરમિશન માંગવી પડે છે. જા હિન્દુસ્તાનના કોઈ વ્યÂક્તને વેપાર સમજવો હોય તો ગુજરાત તેને શીખવાડી શકે છે. પરંતું ગુજરાતની સ્ટ્રેન્થ, કોÂમ્પટિટીવ એડવાન્ટેજ નાના અને મધ્યમ વેપાર હતા. પરંતું નાના અને મધ્યમ કેટેગરીના વેપારીઓને ગુજરાત મદદ નથી કરતું. તમે કોઈ પણ દુકાનદારને પૂછો, તમને જણાવશે કે નોટબંધીએ તેમને નષ્ટ કર્યાં છે. ખોટા જીએસટી લાગુ કર્યું. જા ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને ફાયદો નહિ તો, ફાયદો કોને છે. એ જ ત્રણ-ચાર મોટા ઉદ્યોગપતિઓને. આખો પ્રદેશ એ લોકોના હવાલે કર્યું છે. એરપોર્ટ, પોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ બધુ જ તેમના હવાલે કર્યું. જા તમે તેની સામે લડવા માંગો, આંદોલન કરવા માંગો તો પહેલા પરમિશન માંગવી પડે. એ ઉદ્યોગપતિઓની પરમિશન લેવી પડે. શું સરદાર પટેલે અંગ્રેજા સામે આંદોલન કરવા પરમિશન લીધી હતી? તેમણે ગત વિધાનસભાની ચૂંટણીને લક્ષીને કહ્યું કે, ગત ચૂંટણીમાં એવુ કહેવાતું હતું કે કોંગ્રેસ પિક્ચરમાં નથી, પરંતું ચૂંટણીના છ મહિના પહેલા તમે ભાજપની હવા કાઢી હતી. તમે બહુ જ સારું લડ્યા. તમે બબ્બર શેર જેવા લડ્યા. આ વખતે પણ એવુ જ થશે. જા તમે ગત સમયની જેમ લડ્યા તો જાઈ લેજા કે અહીં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર જ થયો. ક્રિકેટ ટીમમાં એક પ્લેયર ફેલ જાય તો તેને હટાવે છે. ગુજરાતમાં આખી ટીમને હટાવીની ફેંકી દીધી. તમે લડો, હું તમારી સાથે છું.