સેક્ટર-૨૨ ખાતે શ્રી સાર્વજનિક ગણેશોત્સવમાં ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનું પર્ફોમન્સ યોજાયું
મહિલા સશક્તિકરણ અને મહિલા સ્વ-રક્ષણ અંતર્ગત ગાંધીનગરની પ્રચલિત ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ આયોજિત ગણેશોત્સવમાં ટેકવોન્ડોનું પર્ફોમન્સ સંસ્થાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાન-ચાકુ, લાઠી, તલવારબાજી, નળિયા બ્રેકિંગ, ફાઇટ જેવા અનેક કરતબો બતાવવામાં આવ્યા હતાં. તેઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં સાથે સૌ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતાં અને બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ટીમનું સંપૂર્ણ સંકલન ગાંધીનગર ટેકવોન્ડો એસો. સંસ્થાનાં સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી અને ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવેએ દરેક સહભાગી બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં તથા શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિનાં અધ્યક્ષ નિશિતભાઇ વ્યાસને અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સંસ્થા વર્ષોથી આવા અનેક પર્ફોર્મન્સ કરતી આવી છે અને કરતી રહેશે તેમ સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા જણાવવામાં આવ્યું હતું જેથી ભાઇઓ, બહેનો અને દિકરીઓમાં સ્વ-રક્ષણની જાગૃતિ થાય અને પોતાનો બચાવ કરવા કટિબદ્ધ બને.