ગુજરાત

મેટ્રોમાં મુસાફરી કરવા તૈયાર થઈ જાઓઃ PM મોદી નવરાત્રિ પર ગુજરાતને આપશે મોટી ભેટ

પબ્લિક ટ્રાન્સપોર્ટને લઈને અમદાવાદના રહેવાસીઓ માટે સારા સમાચાર છે. મેટ્રો રૂટના તબક્કા-1નું નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. પીએમ મોદી નવરાત્રિ પર મેટ્રો ટ્રેનની ભેટ આપશે.અમદાવાદ મેટ્રોની આતુરતાથી રાહ જોઈ રહેલા નાગરિકો પણ એવી આશા સેવી રહ્યા છે કે મેટ્રો શરૂ થશે તો તેમને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. ત્યારે અમદાવાદના લોકો માટે મેટ્રોને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે. મેટ્રો રૂટના તબક્કા-1નું નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. CMRS અધિકારીઓએ ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરનું અંતિમ નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. અમદાવાદને નવરાત્રિ પર મેટ્રો ટ્રેનની ભેટ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે!એક અહેવાલ મુજબ અમદાવાદમાં નવરાત્રિ પર મેટ્રો ટ્રેન શરૂ થશે. ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં એપીએમસીથી મોટેરા અને વસ્ત્રાલથી થલતેજ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મેટ્રો ટ્રેન શરૂ થવાના પહેલા દિવસે ટિકિટ માત્ર 5 રૂપિયામાં હશે.

જ્યારે અન્ય દિવસોમાં એપીએમસીથી વસ્ત્રાલ સુધીની મેટ્રો ટ્રેનની ટિકિટ રૂ.25 હશે. આ ઉપરાંત થલતેજથી વસ્ત્રાલ ગામનું ભાડું પણ 25 રૂપિયા રહેશે.અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ઉત્તર અને દક્ષિણ અમદાવાદને જોડતા રૂટને ચીફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા અંતિમ ટેસ્ટ આપવામાં આવી છે. CMRS દ્વારા કરવામાં આવેલા ટેસ્ટિંગ બાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગામી સપ્તાહે અંતિમ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.આ સિવાય મેટ્રો રેલ કોર્પોરેશન કનેક્ટિવિટી માટે ઈ-રિક્ષા ચલાવવાની યોજના બનાવી રહી છે. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પણ મુસાફરો મેટ્રો સ્ટેશનોથી મહત્વના સ્થળોએ ઝડપથી પહોંચી શકે તે માટે વ્યવસ્થા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. મેટ્રો સ્ટેશનને સીધા એસટી સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સાથે જોડવા માટે ઈ-રિક્ષા દોડાવવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x