નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા આલમપુર ગામ ખાતે મહિલાઓને ફળ- શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ અપાઈ
ભારત સરકારશ્રી દ્વારા વડાપ્રધાનશ્રીના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ સપ્ટેમ્બર-૨૦૨૨ની ઉજવણી નિમિત્તે નાયબ બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા ગામ : આલમપુર, તા.જી. ગાંધીનગર ખાતે ફળ અને શાકભાજી ની જાળવણી કાર્યક્રમ હેઠળ મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના હેઠળ ફળ અને શાકભાજી
પરિરક્ષણ અંગેની પાંચ દિવસીય તાલીમ આપવામાં આવી. તાલીમમાં ફળ અને શાકભાજી માંથી બનતી વિવિધ બનાવટો જેવી કે, સફરજન લીંબુનો સ્ક્વોશ, ટામેટા કેચપ, મિક્ષફ્રુટની ચટણી, મિક્ષફ્રુટ જામ, રીંગણ બટાટા અથાણું, ખજુરનું અથાણું, લીંબુ મરચાંનું અથાણું, ગાજર મરચાનું અથાણું, સફરજનનું અથાણું, આમળાનું અથાણુ, કોપરાની છીણના લાડુ, ખજૂરના લાડુ, કાજુ કારેલાનું અથાણું, આમળા જીંજર, લેમન જીંજર, દાડમ લીંબુ નું શરબત, પાઈનેપલ સ્ક્વોશ, દાડમની જેલી, કાચા પપૈયાની તુટી ફ્રુટી બનાવવા અંગેની પ્રેક્ટિકલ સાથે કુલ ૬૯ મહીલાઓને તાલીમ આપવામાં આવી.ઉક્ત તાલીમ મદદનીશ બાગાયત નિયામકશ્રી, વૈશાલીબેન કેવડીયા, બાગાયત નિરીક્ષક, જે.પી.સોલંકી, તથા બાગાયત મદદનીશ, ચેતનાબેન ચૌધરી દ્વારા આપવામાં આવી. તાલિમના પુર્ણાહુતી કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામકશ્રી, જે.આર.પટેલ હાજર રહ્યા અને તેઓના હસ્તે તાલીમાર્થીઓએ સર્ટીફિકેટ અને તાલિમ સાહિત્ય આપવામાં આવ્યુ.