ahemdabad

ગુજરાત આર્ટસ&કોમર્સ કોલેજ અમદાવાદના NCC-NSSના સંયુક્ત ઉપક્રમે ફાયર ઇમરજનસી મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરાયું

રાજ્યની ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શિક્ષણની સાથે રાષ્ટ્રીય સેવા યોજના (દ્ગજીજી) અંતર્ગત પણ સમાજ ઉત્થાનના તમામ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એન.સી.સી. અને એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે ફાયર- રેસ્ક્યુ અને ઇમરજનસી મેનેજમેન્ટ ફંડાતાલીમનું આયોજન કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું.
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદના એન.સી.સી. અને એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે ફાયર- રેસ્ક્યુ અને ઇમરજનસી મેનેજમેન્ટ ફંડાતાલીમનું આયોજન કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નવરંગપુરા ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર શ્રી પી.બી. રાવલ સાહેબ,સબ ફાયર ઓફિસર શ્રી ભૂમિત મિસ્ત્રી સાહેબ અને ફાયરમેન સહિતની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. શ્રી પી વી રાવલ સાહેબે વિદ્યાર્થીઓને આગ એટલે શું? કેવા સંસાધનોથી આગ લાગી શકે છે.
રેસ્ક્યું ઇમરજન્સી સમયે ક્યા પ્રકારની આગ સામે ક્યા પ્રકારના અગ્નિશામક સાધનોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની તલસ્પર્શી માહિતી આપી હતી. શ્રી ભૂમિત મિસ્ત્રી સાહેબે વિદ્યાર્થીઓ પાસે એબીસી એક્સક્યુલીઝર સીઓટુ બોટલનો ઉપયોગ કરીને કેવી રીતે આગને બુજાવી શકાય છે તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું. તેઓશ્રીએ ફાયર અને ઇમરજન્સી સર્વિસ સમયે વપરાતા સાધનમાં કયા પ્રકારના સાધનો હોય છે તેની પણ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. ફાયર અને ઇમરજન્સી સર્વિસ સમયે વપરાતા જેટ સ્પ્રે સાધનનુ પણ વિદ્યાર્થીઓ પાસે લાઇવ ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત તેઓશ્રીએ વિદ્યાર્થીઓને ઇમરજન્સી સમયે શું કરી શકાય અને શું ના કરી શકાય એ બાબતની વિગતે સમજ પૂરી પાડી હતી. આ કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડા. હિમ્મત ભાલોડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્ટાફમિત્રો અને ૧૫૦થી વધુ એન.સી.સી. કેડેટસ અને અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન એન.સી.સી.એએનઓ ઓફિસર ડો. વિનોદ મોવલીયા એન.એસ.એસ કોઓર્ડીનેટર પ્રા.સંદીપ સચલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x