દહેગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સ્કુલ ટ્વીનિંગ કાર્યક્રમનું આયોજન કરાયું
દહેગામ તાલુકાની ધોરણ ૬ થી ૮ની કુલ ૭૬ શાળા ખાતે સ્કૂલ ટ્વીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. શાળાની પ્રવૃત્તિઓને નિહાળી દેશી રમતો તથા એક મિનિટની રમત રમી હતી. અંતમાં વિજેતા બનેલ સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉત્કૃષ્ટ વિચારો, અનુભવો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી તેમજ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓના અદાન-પ્રદાન દ્વારા ક્ષમતા વિકાસના ઉત્તમ હેતુ સાથે તા.૭/૯/૨૨ અને તા.૮/૯/૨૨ના રોજ દહેગામ તાલુકાની ધોરણ ૬ થી ૮ની કુલ ૭૬ શાળામાં ટિ્વનિંગ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાના ધોરણ-૬ થી ૮ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની આસ-પાસની પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી.
જેમાં શાળા અને શાળા પરિવારનો પ્રારંભિક પરિચય, પ્રાથના સંમેલનથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં અભિનયગીત, બાલવાર્તા, નાટક,એકપાત્રીય અભિનય,નૃત્ય અને વક્તૃત્વ જેવા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન, શાળાના ધોરણ-૬ થી ૮ના વર્ગોમાં ચાલતી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા,સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, રમત-ગમત અને મેદાની રમતો, ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ,શાળાના કિચન ગાર્ડન-ઔષધબાગનું અવલોકન, જ્ઞાનકુંજ, બાલા, ગ્રીન શાળા, ન્મ્ડ્ઢ/દ્ગઝ્રઈઇ્ મેથ્સ કીટ,નર્સરી, પ્રયોગશાળાની પ્રત્યક્ષ મુલાકાત કરીને વિદ્યાર્થીઓએ પોતાની નોટબૂકમાં નોંધ કરી. આમ ભાગ લેનાર તમામ પ્રાથમિક શાળામાં શાળાના આચાર્યશ્રી, શાળા પરિવાર, માર્ગદર્શક શિક્ષકશ્રી, વિદ્યાર્થીઓ તેમજ સીઆરસી કા.આૅ. દ્વારા ઉત્સાહભેર ટ્વીનીંગ કાર્યક્રમનું સફળ અને સુંદર આયોજન જોવા મળ્યું.