આપના સંયોજક અરવિંદ કેજરીવાલ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે, જાણો ક્યારે
રાજ્યમાં હાલ ચૂંટણી વર્ષ ચાલી રહ્યું છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ દિગ્ગજ નેતાઓનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ગયા છે. ત્યારે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વારંવાર ગુજરાતના પ્રવાસ કરીને અરવિંદ કેજરીવાલ મોટા-મોટા વેપારીઓ તેમજ સ્થાનિકોને જો આમ આદમી પાર્ટી ચૂટંણી જીતશે તો આપેલી બધી ગેરંટી પૂરી કરવાનો વિશ્વાસ અપાઈ રહ્યા છે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે એડીચોટીનો જોર લગાવી રહી છે. જે અંતર્ગત આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ ફરી એકવાર 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. થોડા સમય પહેલા પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં રાજકોટની મુલાકાત દરમિયાન સામાન્ય નાગરિકની જેમ સ્થાનિકોના ઘરે-ઘરે જઈ તેમના દ્વારા ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા. જેનો સ્થાનિકો દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો મહત્વનું છે કે, વારંવાર ગુજરાતની મુલાકાતે આવી લોકોનો વિશ્વાસ જીતી રહેલા અરવિંદ કેજરીવાલને કારણે ક્યાંકને ક્યાંક ભાજપ છંછેડાતી જોવા મળી રહી છે. જેથી છેલ્લા કેટલાક સમયથી સી.આર. પાટીલ દ્વારા આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરેપુરી સક્રિય જોવા મળી રહી છે.
ગુજરાતમાં આ વખતે જંગ જોવા મળશે. આ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની જંગ જોવા મળશે. જેને લઈને અરવિંદ કેજરીવાલ અને આપના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. મહત્વનું છે કે,ગુજરાતના લોકોને વિશ્વાસમાં લેવા માટે અરવિંદ કેજરીવાલે ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે, વિધવા મહિલાઓને સહાય, બેરોજગારોને નોકરી સહિતના મુદ્દાઓને લઈને ગેરંટી આપી ચૂક્યા છે. અત્યાર સુધીમાં કેજરીવાલ, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ તેમજ વેપારીઓને વિવિધ ગેરંટી આપી દીધી છે. કેજરીવાલે તેમની પહેલા લીધેલી ગુજરાતની મુલાકાત દરમિયાન વખતે ખેડૂતો માટે પણ જાહેરાત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને લઈને હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરતી જોવા મળી રહી છે. તેમજ પક્ષ-વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કરતી પણ જોવા મળી રહી છે. ત્યારે આ વર્ષે ભાજપ અને આપ વચ્ચે ખરાખરીની જંગ જોવા મળશે