કુડાસણ પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક સ્વરક્ષણ સેમિનાર યોજાયો
ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થા એ સેવાકીય ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે ગાંધીનગર ખાતે કુડાસણ પ્રાથમિક શાળામાં સ્વ-રક્ષણ સેમિનારનું નિઃશુલ્ક આયોજન પ્રયોશા મહિલા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં લક્ષ્મીબેન જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્વ-રક્ષણ સેમિનારમાં અલગ-અલગ ટેકનીક્સ જેમકે, અસામાજિક તત્ત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું તેમજ કંઈ વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરવું એ વિશે સ્કૂલના બાળકો અને દિકરીઓને ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા માહિતી આપી તેમને જાગૃત કરવામાં આવ્યાં હતાં અને પ્રેક્ટિકલી બતાવી તાલીમ આપવામાં આવી હતી સાથે સંસ્થાના ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી અને ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે તથા શાળાના આચાર્ય રમીલાબેન રાવલે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી. મિલાપ ટાટારિઆએ જણાવ્યું હતું કે… માર્શલઆર્ટ્સ એ આક્રમણ માટે નહીં, પરંતુ સ્વ-રક્ષણ માટે શીખવું જરૂરી છે