વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરમાં મહારુદ્ર યજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ 1100 વૃક્ષો રોપવાનો કાર્યક્રમ યોજાશે
17મી સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેંદ્ર મોદીની વર્ષગાંઠ નિમિતે પખવાડિયા દરમ્યાન ગાંધીનગરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાનની દીર્ઘઆયુ માટે મહા રુદ્ર યજ્ઞ તેમજ ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ ઉપરાંત 11 વોર્ડમાં 1100 વૃક્ષો રોપવાનાં કાર્યક્રમો યોજવામાં આવશે.ભાજપા અધ્યક્ષ ઋચિર ભટ્ટની આગેવાનીમાં વિવિધ સેવા કાર્યક્રમો યોજાશે ગાંધીનગરમાં ભાજપ પાર્ટી દ્વારા પ્રધાનમંત્રીશ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન 17સપ્ટેમ્બરથી પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે ભાજપા અધ્યક્ષ ઋચિર ભટ્ટની આગેવાનીમાં મહાનગર ભાજપા યુવા મોરચા દ્વારા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ યોજાશે.
જેનું રજિસ્ટ્રેશન એપ મારફતે કરવામાં આવ્યું છે અને સર્ટિફિકેટ ડાઉનલોડ પણ એપ મારફત કરવામાં આવશે.પાંચ કિમી લાંબી ‘રન ફોર ડેવલપમેન્ટ’ મેરેથોન યોજાશે આ ઉપરાંત તા.25સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે મહાનગરમાં 11 વોર્ડમાં 1100 વૃક્ષો રોપવાનો કાર્યક્રમ યોજાશે. મહાનગર ભાજપા યુવા મોરચા દ્વારા 25 સપ્ટેમ્બરે સવારે 6 કલાકે ચ – 5સર્કલ થી ચ-0 સર્કલ સુધી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને યુવાનોના સહયોગથી પાંચ કિમી લાંબી ‘રન ફોર ડેવલપમેન્ટ’ મેરેથોન યોજાશે.
વડાપ્રધાન મોદીની દીર્ઘઆયુ માટે મહારુદ્ર યજ્ઞ આવતીકાલે કરવામાં આવશે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 73માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે પણ તેઓ આજે પણ યુવાન જેવી ઉર્જા સાથે અવિરતપણે કાર્યરત છે અને દેશને મજબૂત નેતૃત્વ આપી રહ્યા છે ત્યારે તેમની જેમ જ સૌ યુવાનો ઉર્જા સાથે દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે નેમ સાથે ‘રન ફોર ડેવલપમેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સેકટર – 3 વગડાવાળી માતાના મંદિરે વડાપ્રધાન મોદીની દીર્ઘઆયુ માટે મહારુદ્ર યજ્ઞ પણ આવતીકાલે સવારે યોજવામાં આવ્યો છે.