ગુજરાત

વડાપ્રધાન ૨૯, ૩૦ સપ્ટેમ્બર અને ૯થી ૧૧ ઓક્ટોબરે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત આવશે

ગુજરાતમાં ચૂંટણીના દિવસો હવે નજીક આવી રહ્યાં છે. ત્યારે દરેક પક્ષ ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયો છે. દિગ્ગજ નેતાઓએ ગુજરાતની વાટ પકડી છે. આવામાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવીને જારશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નવરાÂત્રમાં ગુજરાત આવીને પ્રચાર કરશે. નવરાÂત્ર શરૂ થતાં જ પીએમ મોદી ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર કરશે. તેઓ પાંચ દિવસના ગુજરાતના પ્રવાસે આવનાર છે. આ ૫ દિવસમાં તેઓ ૧૨ થી વધુ જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી મોદી ૨૯, ૩૦ સપ્ટેમ્બર અને ૯ થી ૧૧ ઓકટોબર દરમિયાન ૫ દિવસના ગુજરાત પ્રવાસે આવશે.

 આ દરમિયાન નવરાÂત્ર હોઈ તેઓ મંદિરમાં પણ જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯-૩૦ સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે આવશે જયારે ૯ ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે.૧૦ આૅક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે આવશે અને ૧૧ ઓકટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે આવશે.દરમિયાન ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી ૨૭ સપ્ટેમ્બરે તેઓ ગુજરાતમાં હશે, આ દિવસે નવરાÂત્રનું બીજું નોરતુ છે.

  ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન ૧૫૦ બેડની હોÂસ્પટલનું ખાત મુહૂર્ત કરશે. છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડીંગ ખાલી કરવામાં આવ્યું હતું. અમિત શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ કરાઇ છે. નવરાÂત્ર દરમિયાન તેઓ પોતાના વતન માણસામાં આરતી દરમિયાન સહપરિવાર હાજરી આપે તેવી પણ શક્યતા છે. માણસા ખાતે સહપરિવાર કુળદેવીના દર્શન કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x