ગુજરાત

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, સિઝનનો 118% વરસા

ગુજરાતમાં લગભગ ચાર મહિનાના વરસાદ બાદ હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મંગળવારે કચ્છમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય થયું.આગામી દિવસોમાં રાજ્યના અન્ય ભાગોમાંથી પણ ચોમાસુ વિદાય લેશે. ગુજરાતમાં આ વખતે સિઝનનો 118 ટકા વરસાદ 39.43 ઈંચ થયો છે.છેલ્લા 6 વર્ષમાં ચોમાસાની આ પ્રથમ વિદાય છે. અગાઉ દક્ષિણપશ્ચિમ ચોમાસાએ 2016માં 15 સપ્ટેમ્બર, 2017માં 27 સપ્ટેમ્બર, 2018માં 29 સપ્ટેમ્બર, 2019માં 9 ઓક્ટોબર, 2020માં 28 સપ્ટેમ્બર અને 2021માં 6 ઓક્ટોબરે વિદાય શરૂ કરી હતી. આ વર્ષે 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.

મંગળવારે કચ્છ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનમાંથી પણ ચોમાસાએ વિદાય લીધી હતી. આ વખતે ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે.આ વખતે સમગ્ર રાજ્યના એક પણ તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો નથી. 34 તાલુકા એવા છે કે જ્યાં 10 થી  20 ઇંચ વરસાદ પડ્યો છે, 130 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ અને 87 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ થયો છે. સૌથી વધુ સરેરાશ વરસાદ ધરાવતા પ્રદેશોની યાદીમાં કચ્છ ટોચ પર છે. કચ્છમાં સિઝનનો 185 ટકા વરસાદ 33.25 ઇંચ નોંધાયો છે. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો 93.26 ટકા વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં ગયા વર્ષે 98.48 ટકા, 2020માં 136.85 ટકા, 2019માં 146.17 ટકા, 2018માં 76.73 ટકા હતો. આ રીતે આ વખતે બે વર્ષ બાદ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે જ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ પછી રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x