PM મોદી GMDCના ગરબામાં હાજરી આપી શકે છે, અંબાણી કરશે આરતી!
અમદાવાદઃ ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આવી સ્થિતિમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હવે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી નવરાત્રિ બાદ ગુજરાતની મુલાકાતે આવશે તેવા સમાચાર છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના જીએમડીસી ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે. સુત્રો જણાવી રહ્યા છે કે અંબાણી જીએમડીસીના ગરબામાં પીએમ મોદીની આરતી પણ કરી શકે છે.ખાસ વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદી નવરાત્રિ પર અમદાવાદ આવી રહ્યા છે એટલે કે 29 સપ્ટેમ્બરથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ સુરત, અમદાવાદ અને ભાવનગરની મુલાકાતે જવાના છે. પીએમ મોદી નવરાત્રી પર અમદાવાદના લોકોને મેટ્રોની ભેટ આપવાના છે. પાંચમા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરે પીએમ મોદી બંને મેટ્રો રૂટને લીલી ઝંડી આપશે.
આ સાથે તેઓ નવરાત્રિ પર્વ નિમિત્તે અમદાવાદના જીએમડીસી ખાતે યોજાનાર નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, PM નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે ત્યારે PM મોદી અમદાવાદના GMDC ખાતે યોજાનાર નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. નવરાત્રીના અવસરે પીએમ મોદી અંબાજી માતાની આરતી પણ કરશે. 2019માં નવરાત્રી ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. આ વર્ષે તેઓ ફરીથી નવરાત્રી ઉત્સવમાં ભાગ લઈ શકે છે.