ગુજરાત

હાર્દિકની તાકાત ઘટાડવા ઉપવાસ ટાણે જ સાથી કથિરિયાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર.

 • અમદાવાદ: 

  પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણો આપી રાજ્યભરમાં તોડફોડ કરવાના રાજદ્રોહના ગુનામાં પકડાયેલા સુરતના પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાને એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ યુ.એન. સિંધીએ વધુ 3 દિવસના રિમાન્ડ આપ્યા છે.

  પાટીદાર આંદોલનમાં ભડકાઉ ભાષણો કરવા બદલ રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાઈ હતી

  ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.એસ.ગેડમે આરોપી કથીરિયાના 5 દિવસના રિમાન્ડ પૂરા થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપીના વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ખાસ સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટ અને અમિત પટેલે દલીલ કરેલી કે, આરોપી વકીલ હોઇ તપાસમાં યેનકેન પ્રકારે સહકાર આપતો નથી. આરોપીની એફએસએલમાં વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરવી જરૂરી હોવા છતાં તે સહમતી આપતો નથી.

  કથીરીયાએ આંદોલન વખતે સુરતમાંથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા


  આરોપીના મોબાઇલ ફોનના ઇન્ટરસેપ્શન દરમિયાન થયેલ વાતચીત અંગેની ટ્રાન્સક્રીપ્ટમાં આરોપી પોતાની વાતચીત અંગે કબૂલાત કરે છે પરંતુ સામેવાળી વ્યકિત કોણ હતી તે અંગે જણાવતો નથી. આરોપીનો મોબાઇલ ફોન અને સીમકાર્ડ કબ્જે કરવાનું છે. કથીરીયાએ આંદોલન વખતે સુરતમાંથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. આ રૂપિયા અંગે તપાસ કરવાની છે. 25 ઓગષ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસીખાતે કથીરિયા લઇને આવેલા લોકો કોણ હતા તેની તપાસ માટે રિમાન્ડ આપવા જોઇએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x