ગુજરાત

મોદી સરકાર ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અડધા ગુજરાતને મફત અનાજ આપશે!

કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવાની યોજનાને વધુ 3 મહિના લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અનાજ ડિસેમ્બરના અંત સુધીમાં આપવામાં આવશે અને ત્યાં સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ જશે. મોદી સરકારે બંને રાજ્યોની ચૂંટણી પહેલા આ નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ ગુજરાતના લગભગ 3.48 કરોડ લોકોને મફત અનાજ મળશે. સરકાર આ મુદ્દાને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવશે. કેન્દ્ર સરકારની મફત અનાજ આપવાની યોજના 30 સપ્ટેમ્બરે પૂરી થવાની હતી, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ યોજનાને આગળ ધપાવવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કોવિડ અને લોકડાઉન દરમિયાન ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરી હતી.એક અંદાજ મુજબ, ગુજરાતની અડધાથી વધુ વસ્તી આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને નિયમિત અનાજ ઉપરાંત રેશનકાર્ડ ધારકને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજનો મફત લાભ આપવામાં આવે છે. ગુજરાતમાં આવા કુલ 71 લાખ રેશનકાર્ડ ધારક પરિવારો છે.ગુજરાત સરકાર દક્ષિણ ગુજરાતમાં 14 ઓક્ટોબરથી અને સૌરાષ્ટ્રમાં 15 ઓક્ટોબરથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરશે. જેમાં સરકાર એક લાખ લાભાર્થીઓને સાયકલનું વિતરણ કરશે. આ સાથે મજૂરો, ખેડૂતો અને દિવ્યાંગો સહિતના લાભાર્થીઓને તેમના વ્યવસાય અને જરૂરિયાત મુજબ કીટ પણ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ખેતીના સાધનો, સાયકલ, રિક્ષા વગેરે આપવામાં આવે છે.સૂત્રોનું કહેવું છે કે ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગના મતદારોને આકર્ષવા માટે આ યોજના બનાવી છે. ભૂપેન્દ્ર પટેલ ગરીબ કલ્યાણ મેળાનું ઉદ્ઘાટન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારની ગ્રિમકો સંસ્થા દ્વારા ગરીબ કલ્યાણ મેળા માટે સાધનોની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x