ગાંધીનગર

અહમદપુર પ્રાથમિક શાળામાં છઠ્ઠીવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

      આજરોજ અહમદપુર પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે સમાજસેવાના ભાગરૂપે સતત છઠ્ઠીવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.અત્યાર સુધી શાળા દ્વારા કરવામાં આવેલ રક્તદા શિબિરમાં 200 કરતાં વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે.જ્યારે પણ ગ્રામજનો કે અન્ય કોઈપણ વ્યક્તિને આકસ્મિક રક્તની જરૂરિયાત ઊભી થાય તો તરત જ શાળાની મદદથી વિનામૂલ્યે રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવે છે.સમગ્ર શિબિરનું આયોજન અહમદપુર પ્રાથમિક શાળા પરિવાર અને પ્રથમા બ્લડ સેન્ટરના સહયોગથી કરવામાં આવેલ હતું.કાર્યક્રમના અંતે તમામ રકતદાતાઓનો આચાર્યશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x