સરકારે પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દર 5.5 થી વધારીને 5.8 ટકા કર્યો
ભારત સરકારના નાણા વિભાગે આજે પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 20 પૈસાથી વધારીને 30 પૈસા કરવાની જાહેરાત કરી છે. બે અને ત્રણ વર્ષની મુદત માટે પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો ઘટાડીને અનુક્રમે 5.7 અને 5.8 કરવામાં આવ્યા છે. એક વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ ધરાવનારાઓને કોઈ વધારો આપવામાં આવ્યો નથી.
આ વધારો 31 ડિસેમ્બર, 2022 સુધીના ત્રણ મહિનાના સમયગાળા માટે કરવામાં આવ્યો છે. ઉપરાંત, પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટર્સ માટે વ્યાજ દર 6.7 ટકા રાખવામાં આવ્યો છે. જો કે બચત ખાતામાં જમા રકમ પર વ્યાજ દર પહેલાની જેમ ચાર ટકા રાખવામાં આવ્યા છે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.દેશમાં વ્યાજદરમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને નાણાં વિભાગે આ વધારો કર્યો છે. ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝીટ માટે 5.5 ટકાનો વર્તમાન દર 30 પૈસા વધારીને 5.8 ટકા કરવામાં આવ્યો છે.
આમ ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 5.5 ટકાથી વધીને 5.8 ટકા થયો છે.બીજી તરફ, અત્યંત લોકપ્રિય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉપરાંત, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ-એનએસસીના વ્યાજ દરમાં સુધારો કરવામાં આવ્યો નથી. માસિક આવક યોજનાના વ્યાજ દરમાં 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ કિસાન વિકાસ પત્રનો વ્યાજ દર 6.9 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં પણ વધારો કરવામાં આવ્યો નથી.