ગુજરાત

ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય

ગાંધીનગર: ગાંધીનગર શહેરના નિર્માણ દરમિયાન મહામૂલીની જમીન આપનાર આજુબાજુના સાત ગામોના ગ્રામજનોની સમસ્યા મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ ઉકેલાતી નથી. મુખ્યમંત્રીના આદેશ બાદ પણ આ ગામડાઓમાં શહેરની સમકક્ષ સુવિધાઓ પહોંચી નથી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.પાટનગર ગાંધીનગરની રચના થઈ ત્યારે આજુબાજુના પાલજ, બાસણ, બોરીજ ઈન્દ્રોડા, ધોળકુવા, આદિવાડા, ફતેપુરા જેવા ગામો સંપાદિત કરીને શહેરમાં વસાવ્યા હતા.

આ ગામના અસરગ્રસ્ત ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં વિવિધ સત્તાધીશો સમક્ષ તેમની પડતર માંગણીઓ રજૂ કરી રહ્યા છે પરંતુ તેમની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. ત્રણ મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને માર્ગ બાંધકામ વિભાગ અને અન્ય અધિકારીઓ, કર્મચારીઓને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે નિર્દેશ આપ્યો હતો. સરકાર દ્વારા ગેરકાયદેસર ગણાતા આ ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામો મંજૂર કરવા અને આ ગામોને શહેર જેવી સુવિધા પૂરી પાડવાની મુખ્ય માંગણી હતી.

જો કે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ છેલ્લા ત્રણ માસથી ગ્રામજનોની સમસ્યા અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતોએ હવે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે અને ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ અને ધરણા કરીને સરકાર સામે લડત આપવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે હવે વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીનો સમય બાકી રહ્યો છે, આવી સ્થિતિમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે આ સાત ગામોના મતદારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તે જોવું રહ્યું કે સરકાર તેમને પરેશાન કરે છે કે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x