WHO ચેતવણી: 66 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલા 4 ભારતીય કફ સિરપ જીવલેણ જણાયા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ભારતના મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત 4 કફ-અને-કોલ્ડ કફ સિરપ માટે ચેતવણી જારી કરી છે. WHO એ ચેતવણી આપી છે કે આ ડીકોન્જેસ્ટન્ટ સીરપ ધ ગામ્બિયામાં 66 બાળકોના મૃત્યુ અને કિડનીની ગંભીર સમસ્યાઓ માટે જવાબદાર હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, આ કફ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલના અસ્વીકાર્ય સ્તરની પુષ્ટિ કરવામાં આવી છે, જે મનુષ્યો માટે અત્યંત જોખમી છે.WHO એ મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જારી કરીને કહ્યું છે કે, ‘કફ સિરપના ચાર સેમ્પલના લેબ ટેસ્ટિંગમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલના અસ્વીકાર્ય સ્તરો મળ્યા છે. અત્યાર સુધી માત્ર ધ ગામ્બિયામાંથી દૂષિત ઉત્પાદનોના જ કેસ નોંધાયા છે પરંતુ તે અન્ય દેશોમાં વિતરિત કરવામાં આવ્યા હોવાની શક્યતા છે.
હાલમાં WHO કંપની અને રેગ્યુલેટરી ઓથોરિટી સાથે મળીને તેની તપાસ કરી રહી છે.WHOબ્લ્યુએચઓ અનુસાર, આ ડીકોન્જેસ્ટન્ટ અત્યાર સુધી માત્ર ધ ગામ્બિયામાં જોવા મળ્યું છે, પરંતુ તે અનૌપચારિક બજાર દ્વારા અન્ય દેશોમાં પહોંચે તેવી શક્યતા છે.WHOએ પોતાના નિવેદનમાં આ ઉત્પાદનોના ઉપયોગને અસુરક્ષિત ગણાવ્યો છે. ખાસ કરીને આ દવાઓ બાળકો માટે ઘણી ખતરનાક સાબિત થઈ શકે છે. આ ગંભીર આંતરિક ઇજાઓ અને મૃત્યુનું કારણ બની શકે છે. તેથી આવી દવાઓનું સેવન ન કરવું જોઈએ. આ કફ સિરપ શરદી, ઉધરસ અને તાવના કિસ્સામાં આપવામાં આવે છે.