અમદાવાદમાં વંદે ભારત ટ્રેન સાથે 2 ભેંસ અથડાઈ
અમદાવાદ. 06
ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન એક અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવી હતી, આજે તેને અમદાવાદના વટવા ટ્રેક પાસે એક નાનો અકસ્માત થયો હતો. રેલવે ટ્રેક પર 2 ભેંસોને કારણે થયેલા અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયાના સમાચાર છે.ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાવાને કારણે ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો પરંતુ સેવાને કોઈ અસર થઈ નથી.
વટવા અને મણિનગર વચ્ચે સેમી-હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ આજે રાત્રે લગભગ 11:00 વાગ્યે એક ભેંસ સાથે અથડાઈ હતી. જેના કારણે ટ્રેનને 10 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી અને બાદમાં તેની સેવા રાબેતા મુજબ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.નોંધપાત્ર વાત એ છે કે, ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેન પ્રથમ વખત ‘કવચ’ (ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ) ટેક્નોલોજી સાથે શરૂ કરવામાં આવી છે. આ ટેક્નોલોજીની મદદથી બે ટ્રેન દુર્ઘટના અટકાવી શકાય છે. આ ટેક્નોલોજી સ્વદેશી રીતે વિકસિત હોવાથી તેની કિંમત ઘણી ઓછી છે.