ગુજરાત

દિવાળી પહેલા જ સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.૫૦નો વધારો

રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા ૧૦૦નો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ ૨૯૫૦એ પહોંચી ગયા છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૪૦૦એ પહોંચી ગયા છે.તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો ૩૦૦૦ને પાર પહોંચવાની સપાટી પર પહોંચી ગયો છે. સીગતેલનો નવો ભાવ રૂપિયા ૨૯૫૦ થયો છે. તો ૧૦૦ રૂપિયાના વધારા બાદ કપાસિયા તેલનો નવો ભાવ ૨૪૦૦ થયો છે.

આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવ્યું કે, આ વખતે હવામાનને કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ ૩ હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા ૫૦નો વધારો કરવામામ આવતા ભાવ ૨૯૫૦એ પહોંચ્યા છે. તો આગામી ટૂંકાગાળામાં ફરી રૂપિયા ૫૦નો વધારો થઈ શકે છે.

જે બાદ સિંગતેલના ભાવ ફરી ૩ હજારે પહોચે તેવી શક્યતાઓ છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ સીએનજીના ભાવમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં સીએનજી ગેસમાં રૂપિયા ૩નો વધારો થઈ શકે છે. દિવાળી પહેલા ઝ્રદ્ગય્ ગેસના ભાવમાં વધારો થઈ શકે છે. જા સીએનજીના ભાવમાં ૩ રૂપિયાનો વધારો થશે તો ભાવ ૮૮ રૂપિયાએ પહોંચી જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x