ગુજરાત

આપ-ભાજપ બેઉ બળિયા બાથ ભીડીયા, કોંગ્રેસ ક્યાંય નથી “મધુબન”માં..!

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ “મામાનું ઘર કેટલે… દિવો બળે એટલે.. જેટલી નજીક આવી ગઇ છે., ભાજપ તરફથી મોરચો ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંભાળી લીધો છે. અને તેમની સહાયતામાં અન્ય કોઇ નહીં મંત્રી અમિતભાઇ શાહ મોરચો સંભeળી રહ્યાં છે.. વડાપ્રધાનને સળંગ ત્રણ-ત્રણ દિવસો ગુજરાત માટે ફાળવવા પડે એવી રાજકીય કટોકટીનું નિર્માણ થવા માટેનું જો કોઇ પરિબળ હોય તો તે છે અરવિંદ કેજરીવાલ. કોંગ્રેસ તો જાણે ચિત્રમાં જ નથી એવુ ઘણાંને લાગી રહ્યું છે. રાતોરાત કેજરીવાલના મુસ્લિમ ટોપી સાથે હિન્દુ વિરોધી પોસ્ટરો બેનરો લાગી જવા એ ભાજપ જ કરી શકે અને કેજરીવાલના ટેકામાં દિલ્હીથી નહીં પણ ગુજરાતમાં જ તેમના કાર્યકરો સરકાર કે પોલીસનો ડર રાખ્યા વગર એ પોસ્ટર-બેનરો ફાડી નાંખે એ જ બતાવે છે કે બન્ને બળિયા છે અને બાથે ભીડ્યા છે.3 દિવસમાં 14 હજાર કરોડના કામોની ભેટ અને લોકોર્પણના કામો કરી કરીને મોદી ગુજરાતમાં ફરીથી છવાયા અને છવાઇ જવાના છે. તેમની આ સતત મુલાકાતો દર્શાવે છે કે તેમને અને અમિત શાહને ઉંડે ઉંડે બીક હોઇ શકે કે આ વખતે તે કોંગ્ર્સેસ અને આપ પાર્ટીનો સામનો કરવાનો છે અને તે એટલુ સહેલુ નથી.

2022 એ 2017 બની ના રહે એ માટે મોદી આ વખતે જાતે દરેક બેઠકો પર નદર રાખી રહ્યાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ અમદાવાદના મેયર કિરીટ પરમારે તેમનું એરપોર્ટ પર અભિવાદન કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત આવ્યા બાદ 45 મિનિટ સુધી એરપોર્ટમાં રોકાયા હતા.તેમણે ગુજસેલ બિલ્ડિંગમાં અડધો કલાક સુધી મિટિંગ કરી હતી.

તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે ભાજપ પણ તમામ સીટ પર વર્ચસ્વ જમાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યાં છે.નરેન્દ્ર મોદીએ દેલવાડામાં જંગી જનસભાને સંબોધન કરીને ગુજરાત સરકારના કામો ગણાવીને ડબલ એન્જિનની સરકારના લાભો ગણાવ્યાં હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x